આઝાદીકા અમૃત મહોત્સવ શિક્ષણ સાગર કે સંગ
ચિત્ર સ્પર્ધાનું પરિણામ તારીખ 14/08/2022 સાંજે 5 કલાકે
આઝાદીના ૭૫ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે શિક્ષણ સાગર એપ્લિકેશન આ મહોત્સવની હર્ષભેર ઉજવણી કરી રહ્યું છે અને તમને જણાવતા આનંદ થાય છે કે શિક્ષણ સાગર ટીમ મહા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા સમગ્ર ગુજરાત ની તમામ શાળાના બાળકો માટે યોજવામાં આવી રહી છે. ધોરણ – ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માં વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે તે ઇચ્છનીય છે.
પ્રથમ ત્રણ નંબર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે .
★ પ્રથમ ઇનામમાં 5100 રૂપિયા
★ દ્વિતીય ઇનામમાં 2500 રૂપિયા
★ તૃતીય ઇનામમાં 1500 રૂપિયા
★ જે શાળા સૌથી વધારે ચિત્રો મોકલશે તે શાળાને ૧૧૦૦ રૂપિયા ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
વિષય :
1. હર ઘર તિરંગા
૨. ગુજરાતમાં થયેલ ઐતિહાસિક પ્રસંગોની ઝાંખી
૩. સ્વાતંત્ર્યદિનની ઉજવણીની ઝલક
ખાસ નોંધ:- ચિત્ર અપલોડ કરતા સમયે નીચે બેકગ્રાઉન્ડ દેખાતું હોવું જોઈએ અને તે દિવસની તારીખ સાથે શિક્ષક ની સહી તે ચિત્રમાં હોવી ફરજિયાત છે.