🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
1 માર્ચ
♦️♦️1 માર્ચ, 2006માં અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બૂશ રાજકિય યાત્રા માટે ભારત પહોંચ્યા હતા.
♦️♦️1 માર્ચ, 2010માં વિશ્વ કપમાં પાકિસ્તાનને હારની ધૂળ ચટાવી ભારતીય હોકી ટીમે હોકી ભારતે પાક.ને આ મેચમાં 4-1થી હરાવ્યું.
♦️♦️1 માર્ચ, 2014માં ચીનના કુનર્મિંગ રેલવે સ્ટેશનમાં અમુક આતંકવાદીઓએ ચાકૂથી હુમલો કરી 29 લોકોની હત્યા કરી હતી.
♦️♦️1 માર્ચ, 1951માં બિહારના વર્તમાન સીએમ અને લોકપ્રિય નેતા નીતીશ કુમારનો જન્મ થયો હતો.
♦️♦️1 માર્ચ, 2017માં ગુજરાતી ભાષાના પ્રખ્યાત હાસ્ય લેખક તારક મેહતાનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૯૦ – યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ વસ્તી ગણતરીને અધિકૃત કરવામાં આવી.
-
૧૭૯૬ – ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું બાટાવિયન રિપબ્લિક દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
-
૧૮૭૨ – યલોસ્ટોન નેશનલ પાર્કની વિશ્વના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સ્થાપના કરવામાં આવી.
-
૧૮૯૩ – ઇલેક્ટ્રિકલ એન્જિનિયર નિકોલા ટેસ્લાએ સેન્ટ લૂઇસ, મિઝોરીમાં રેડિયોનું પ્રથમ જાહેર પ્રદર્શન કર્યું.
-
૧૯૧૪ – ચીન યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (વૈશ્વિક ડાક સંઘ)માં જોડાયું.
-
૧૯૪૭ – આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશે (IMF) નાણાકીય કામગીરી શરૂઆત કરી.
-
૧૯૬૧ – યુગાન્ડાએ તેની પ્રથમ ચૂંટણી યોજી.
-
૧૯૯૨ – બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ સોશિયાલિસ્ટ ફેડરલ રિપબ્લિક ઓફ યુગોસ્લાવિયાથી તેની સ્વતંત્રતા જાહેર કરી.
-
૧૯૯૮ – ટાઇટેનિક વિશ્વભરમાં ૧ અબજ ડોલરથી વધુની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની.
-
૨૦૦૩ – આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયે હેગમાં તેનું ઉદ્ઘાટન સત્ર યોજ્યું.
-
૨૦૦૬ – અંગ્રેજી ભાષાના વિકિપીડિયાએ તેના દસ લાખમા લેખ (‘જોર્ડનહિલ રેલવે સ્ટેશન’)નું સીમાચિહ્ન હાંસલ કર્યું.