♦️૧૯૦૮ – એસ.ઓ.એસ.ને આંતરરાષ્ટ્રીય ભય સંકેત તરીકે સ્વીકારાયો.
♦️૧૯૨૧ – ‘ચાઇનિઝ કમ્યુનિસ્ટ પક્ષ’ની રચના કરાઇ.
♦️૧૯૪૮ – મહમદ અલી ઝીણાએ પાકિસ્તાનની કેન્દ્રીય બેન્ક, ‘સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન’નું ઉદ્ઘાટન કર્યું.
♦️૧૯૪૯ – ભારતનાં બે રજવાડા, કોચિન અને ત્રાવણકોર,નું ભારત સંઘમાં જોડાણ કરાયું અને ‘થિરૂ-કોચિ’ નામક રાજ્ય બનાવાયું.(જે પછીથી કેરળ તરીકે પુનઃસંગઠીત કરાયું).
♦️૧૯૫૭ – આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષની શરૂઆત કરાઇ.
♦️૧૯૬૩ – યુ.એસ. ટપાલ વિભાગ માટે ઝિપ કોડ અમલમાં આવ્યો.
♦️૧૯૭૯ – ‘સોની’ કંપનીએ વોકમેન રજુ કર્યું. (નાનું ટેપરેકોર્ડર)
🍒જન્મ🍒
🍫૧૯૬૧ – કલ્પના ચાવલા
➖ભારતીય મુળની અમેરિકન અવકાશયાત્રી
૧૮૨૨ – એશિયા ખંડનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું દૈનિક વર્તમાનપત્ર મુંબઇ સમાચાર ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર મુંબઈથી પ્રકાશિત થયું. ૧૮૫૦ – ગુજરાતના સુરત ખાતે એન્ડ્રુઝ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી. ૧૮૫૮ – ‘લિનન સોસાયટી’ (Linnean Society) સમક્ષ, ચાર્લ્સ ડાર્વિન અને ‘આલ્ફ્રેડ રસલ વોલેસ’ (Alfred Russel Wallace)નાં ઉત્ક્રાંતિ (Evolution) પરનાં શોધનિબંધોનું સંયુક્ત વાચન કરાયું. ૧૮૬૨ – રુસી રાજ્ય પુસ્તકાલય મોસ્કો સાર્વજનિક સંગ્રહાલયના પુસ્તકાલય રૂપે સ્થાપિત કરાયું. ૧૯૦૩ – પ્રથમ ટૂર ડી ફ્રાન્સ સાયકલ રેસની શરૂઆત. ૧૯૦૮ – એસ.ઓ.એસ. (SOS) ને આંતરરાષ્ટ્રીય ભય સંકેત (Distress signal) તરીકે સ્વીકારાયો. ૧૯૨૧ – ‘ચાઇનિઝ કમ્યુનિસ્ટ પક્ષ’ની રચના કરાઇ. ૧૯૨૩ – કેનેડાની સંસદે ચીનના તમામ ઇમિગ્રેશનને સ્થગિત કરી દીધા. ૧૯૩૧ – વિલી પોસ્ટ અને હેરોલ્ડ ગેટી એકલ (સિંગલ) એન્જિનવાળા મોનોપ્લેન એરક્રાફ્ટમાં વિશ્વની પરિક્રમા કરનારાઓ પ્રથમ વ્યક્તિ બન્યા. ૧૯૪૮ – મહમદ અલી ઝીણાએ પાકિસ્તાનની કેન્દ્રીય બેન્ક, ‘સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન’નું ઉદ્ઘાટન કર્યું. ૧૯૪૯ – ભારતના બે રજવાડાંઓ કોચીન અને ત્રાવણકોરનું ભારતીય સંઘમાં થિરુ-કોચી નામે (પાછળથી કેરળ તરીકે પુનઃસંગઠિત) વિલીનીકરણથી કોચીન શાહી પરિવારના ૧૦૦૦ વર્ષથી વધુ જૂના રાજાશાહી રજવાડાનો અંત આવ્યો. ૧૯૫૭ – આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષની શરૂઆત કરાઇ. (International Geophysical Year). ૧૯૬૦ – ઘાના પ્રજાસત્તાક બન્યું. ૧૯૬૨ – રવાન્ડા અને બુરુન્ડીએ સ્વતંત્રતા ઘોષિત કરી. ૧૯૬૩ – યુ.એસ. ટપાલ વિભાગે ઝીપ કોડ અમલમાં મૂક્યો. ૧૯૬૬ – કેનેડામાં પ્રથમ રંગીન ટેલિવિઝન પ્રસારણ ટોરોન્ટોથી શરૂ કરવામાં આવ્યું. ૧૯૭૨ – ઈંગ્લેન્ડમાં સૌ પ્રથમ સમલૈંગિક ગૌરવ કૂચ યોજાઈ. ૧૯૭૬ – પોર્ટુગલે મદેઇરાને સ્વાયત્તતા આપી. ૧૯૭૯ – ‘સોની’ કંપનીએ વોકમેન (Walkman) રજુ કર્યું. (નાનું ટેપરેકોર્ડર) ૧૯૮૦ – “ઓ કેનેડા” સત્તાવાર રીતે કેનેડાનું રાષ્ટ્રગીત બન્યું. ૧૯૯૭ – ચીને હોંગકોંગ પરના ૧૫૬ વર્ષ જૂના બ્રિટીશ સંસ્થાનવાદી શાસનનો અંત આણી તેના પર પોતાનું સાર્વભૌમત્ત્વ સ્થાપ્યું. ૨૦૦૨ – આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતની સ્થાપના વ્યક્તિઓ પર નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધ અપરાધો અને આક્રમણના ગુના માટે કેસ ચલાવવા માટે કરવામાં આવી.
આજનો દિન વિશેષ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
તબીબી વ્યવસાયને વિશ્વનાં ઉમદા વ્યવસાયોમાં એક મહત્વપૂર્ણ વ્યવસાય તરીકે ગણવામાં આવે છે. અસરકારક સ્વાસ્થ્ય સંભાળની જવાબદારી અને જ બધી જ વ્યવસાયિક સ્વાસ્થ્ય સુવિધાઓના સામુહિક પ્રયાસો માટે પરિચારિકા અને ટેકનીશ્યન પર આધારિત હોય છે, જેમાં ડોક્ટર સ્વાસ્થ્ય ટીમના નેતા તરીકે કાર્ય કરે છે. ભારતમાં સારા સ્વાસ્થ્ય માટે માળખાકીય સુવિધાઓ હોવા છતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરોની તીવ્ર અછત જોવા મળે છે. આપણાં દેશમાં અસરકારક છે. રાષ્ટ્ર માટે ડોક્ટરોના યોગદાનની પ્રશંસા રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં
૧ જુલાઈ ડોક્ટર રિયાત માટે ડોક્ટરોની અછત માટે ઘણાં બધા દેશોમાં દર વર્ષે તરીકે દેશભરમાં તબીબો દર્દીનું જીવન બચાવવામાં, તબીબોને ભગવાન માનતા લોકો પણ પોતાના બાળકોને ડોક્ટર બનાવવાના સ્વપ્ન સેવે ઉજવવામાં આવે છે. અવાજ કરી રાયને યાદ કરવા ડોક્ટર પણ અલગ દેશોમાં આ દિવસ અલગ-અલગ તારીખે દિવસે પશ્ચિમ બંગાળનાં બીજા મુખ્યમંત્રી ડૉ. વિધાનચંદ્ર આવે છે. વિધાનચંદ્ર રાય દેશનાં મુખ્ય સ્વતંત્ર સેનાની સાથે આઝાદી બાદ તેમણે એમનું જીવન લોકોની ડોકટરી સેવા કરવા . સમર્પિત કર્યું. વિધાનચંદ્ર રાયની સ્મૃતિમાં જ · રાષ્ટ્રીય ડોક્ટર દિન ભારતમાં ૧ જુલાઈએ ઉજવવામાં આવે છે. અમેરિકાનાં જ્યોર્જિયાના નિવાસી ડૉ. ચાર્લ્સ બી આલ્મોન્દ અને તેમનાં પત્ની યુદોરા બ્રાઉન આલ્મોન્દના પ્રયાસથી સૌ પ્રથમ ૩૦ માર્ચ ૧૯૩૦ ના રોજ અમેરિકામાં ‘ ડોક્ટર દિવસ ’ ઉજવવામાં આવ્યો હતો. ભારતમાં વર્ષ ૧૯૯૧ થી ૧ જુલાઈ એ · રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ’ ઉજવવાની શરૂઆત થઈ.૧ જુલાઈ એ દેશનાં ખ્યાતનામ ડોક્ટર સ્વતંત્ર સેનાની અને સમાજસેવક ડૉ.વિધાનચંદ્ર રાયનો
જન્મદિન અને પુણ્યતિથી છે તેમનાં અથાક પ્રયાસો અને સમાજ કલ્યાણનાં કાર્યો માટે તેમને ૧૯૬૧ મા ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ ભારત રત્ન ’ થી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.
ડોક્ટર ધરતી પર ભગવાનનું બીજું રૂપ છે. ભગવાન તો એક વાર જીવન આપે છે, પરંતુ ડોક્ટર આપણું અમૂલ્ય જીવનને વારંવાર બચાવે છે. બાળકને જન્મ દેવાનો હોય કે કોઈ વૃદ્ધને બચાવાના હોય, ડોક્ટરની મદદથી હંમેશા મુશ્કેલીઓમાં માનવીને બચાવે છે. આ એક અનોખો વ્યવસાય છે જ્યાં દવા અને દુઆનો અનોખો સંગમ જોવા મળે છે. ભારતમાં આજે પણ ડોક્ટર અને વૈધનો વિશેષ આદર કરવામાં આવે છે. આધુનિક યુગમાં ડોક્ટરોની જરૂરીયાત ખૂબ વધી ગઈ છે. ડોકટર દિવસ ઉજવવાનું મહત્વ એ છે કે ડોક્ટર પોતાની જવાબદારીઓને સમજે અને લોકોને સ્વાસ્થ્ય સંબંધી દુઃખ, તકલીફ અને રોગ પ્રત્યે સજાગ રહે.
ડોક્ટર દિનના દિવસે સરકારી અને બિન સરકારી સંગઠનોમાં તબીબી સેવાઓ અને સ્વાસ્થ્ય સંભાળ સંબંધિત કાર્યક્રમ કરીને ઉજવણી કરવામાં આવે છે . આ દિવસે ઘણી બધી પ્રવૃત્તિઓ અને આયોજનો દ્વારા ઉજવણી કરવામાં તેમ જ કાયમી આવે છે.શાળાઓ અને કોલેજોમાં તબીબી વિષયોની ચર્ચા, પ્રશ્નોતરી સ્પર્ધાઓ, રમતગમત પ્રવૃત્તિઓ આદિનું આયોજન થાય છે. દર્દીઓ દ્વારા તેમના ડોક્ટરોને અભિનંદન આપવા અને અભિનંદન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોકોના જીવન બચાવવા અને તેમની સંભાળ રાખવાં માટે ડોક્ટરોની પ્રશંસા કરવા અને તેમની ભૂમિકાનું સન્માન કરવા માટે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ શ્રેષ્ઠ સમય છે.