🔳૧૭૭૪ – પ્રાણવાયુ (ઓક્સિજન) તત્વ, ત્રીજી (અને છેલ્લી) વખત શોધાયું.
🔳૧૮૩૧ – નવો લંડન બ્રિજ ખુલ્લો મુકાયો.
🔳૧૯૪૧ – પ્રથમ જીપ (વાહન)નું ઉત્પાદન થયું.
🔳૧૯૪૭ – ભારતને અંગ્રેજોની ધુંસરીમાંથી છુટકારો મળ્યો અને ભારત દેશને આઝાદી મળી.
🔳૧૯૬૦ – ઇસ્લામાબાદ ને પાકિસ્તાન ની રાજધાની ઘોષિત કરાઇ.
🌷🌷અવસાન🌷🌷
🌹૧૯૨૦ – લોકમાન્ય ટિળક,
➖ભારતીય દેશપ્રેમી આગેવાન
🌹૧૯૯૯ – નિરદ ચૌધરી
➖ભારતીય મૂળનાં લેખક
આજનો ખાસ દિન વિશેષ પુરુષોત્તમદાસ ટંડન
૦૧ ઓગષ્ટ પુરુષોત્તમદાસ ટંડન ‘આધુનિક ભારત’ ના મુખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓમાના એક પુરુષોત્તમ ટંડનનો જન્મ ૧ ઓગસ્ટ ના રોજ ઉત્તરપ્રદેશ ના અલાહાબાદ શહેરમાં થયો હતો. તેઓને ‘રાજર્ષિ’ તરીકે પ્રસિદ્ધ હતાં. પ્રારંભિક શિક્ષણ અલાહાબાદમાં પૂર્ણ કર્યા બાદ એમ.એ ઈતિહાસ વિષય સાથે પૂર્ણ કરી એલ.એલ.બી ની ડીગ્રી મેળવી. હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સ્થાન અપાવવ મહત્વનો ફાળો રહ્યો છે. તેઓએ વકીલાત છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામ
પુરુષોત્તમ ટંડન ઉત્તરપ્રદેશ વિધાનર બંધારણસભા,લોકસભા અને રાજ્યસભાના સદર હતાં. મહાત્મા ગાંધીજીના કહેવાથી જોડાયા. તેમણે ‘રોલેટ એક્ટ’ વિરોધી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ૧૯૩૦ મહાત્મા ગાંધીજી દ્વારા ચલાવવામાં આવેલ ‘સવિનય કાનુન ભંગ’ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી. જેલમાંથી મુક્ત થયા બાદ અલાહાબાદના આંદોલનનું સંચાલન પુરુષોત્તમ ટંડને કર્યું હતું. ૧૦ ઓક્ટોબર ૧૯૧૦ ના રોજ પુરુષોત્તમ ટંડને વારાણસીમાં હિન્દી સાહિત્ય સંમેલન’ ની સ્થાપના કરી હતી. -૧૮ માં ‘હિન્દી વિદ્યાપીઠ’ અને ૧૯૪૭ માં ‘હિન્દી રક્ષક દળ’ ની સ્થાપના કરી હતી.
પુરુષોત્તમ ટંડનને વર્ષ ૧૯૬૧ માં હિન્દી ભાષાને દેશમાં અગ્રણી સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવવા બદલ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો. ૨૩ એપ્રિલ ૧૯૬૧ માં ભારત સરકાર દ્વારા ‘ભારત રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. રાષ્ટ્રભાષા હિન્દી માટે સમર્પિત પુરુષોત્તમ ટંડનનું અવસાન ૧ જુલાઈ ૧૯૬૨ ના રોજ થયું હતું.