🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
10 ડીસેમ્બર
📜10 ડિસેમ્બર 1903માં પિયરે ક્યુરી અને મેરી ક્યુરીને ભૌતિક વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
📜10 ડિસેમ્બર , 1992માં ગુજરાતમાં દેશની પહેલી હોવરક્રાફ્ટ સેવા શરૂ થઈ હતી.
📜10 ડિસેમ્બર , 1998માં અમર્ત્ય સેનને સ્ટોકહોમમાં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર અપાયો હતો.
📜10 ડિસેમ્બર , 2001માં ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોમાંના એક દાદા મુનિનું અવસાન થયુ હતું.
📜10 ડિસેમ્બર , 1908માં પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય પુરાતત્વ વૈજ્ઞાનિક હસમુખ ધીરજલાલ સાંકળીયાનો જન્મ થયો હતો.
📜10 ડિસેમ્બર , 2001માં ભારતીય અભિનેતા અશોક કુમારનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૬૮ – બ્રિટાનિકા વિશ્વકોશ (ઍનસાયક્લોપીડિયા)ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ.
-
૧૭૯૯ – ફ્રાન્સે મીટરને લંબાઈના અધિકૃત એકમ તરીકે અપનાવ્યો.
-
૧૮૧૭ – મિસિસિપી યુ.એસ.નું ૨૦મું રાજ્ય બન્યું.
-
૧૮૮૪ – માર્ક ટ્વેઇનનું ‘હકલબરી ફિનનાં પરાક્રમો’ પ્રથમ વખત પ્રકાશિત થયું.
-
૧૯૦૧ – આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની પાંચમી વર્ષગાંઠ પર સ્ટોકહોમમાં પ્રથમ નોબેલ પુરસ્કાર સમારોહ યોજાયો.
-
૧૯૦૨ – ઇજિપ્તમાં અસ્વાન ડેમના જળાશયનું ઉદઘાટન કરવામાં આવ્યું.
-
૧૯૦૬ – અમેરિકાના રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટને રુસો-જાપાની યુદ્ધની મધ્યસ્થતામાં તેમની ભૂમિકા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેઓ કોઈપણ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ અમેરિકન બન્યા.
-
૧૯૦૯ – સેલ્મા લેજરલૉફ સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવનારા પ્રથમ મહિલા લેખક બન્યા.
-
૧૯૩૨ – થાઇલેન્ડે બંધારણીય રાજાશાહી અપનાવી.
-
૧૯૪૮ – માનવ અધિકાર સંમેલન પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા.