🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 10 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1678 :- હૉલેન્ડ અને ફ્રાન્સે શાંતિ કરાર કર્યા.
📜1759 :- કાર્લોસ તૃતીય સ્પેનનાં રાજા બન્યાં.
📜1787 :- તૂર્કીસ્તાને રશિયા વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી.
📜1822 :- સિરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં 20 હજારનાં મોત.
📜1860 :- ભારતીય શાસ્ત્રીય સંગીતનાં પિતામહ વિષ્ણુ નારાયણ ભાતખંડેનો જન્મ થયો.
📜1977 :- અમેરિકા અને પનામાએ નહેર વિસ્તાર અંગે કરાર કર્યા.
||| આજનાં દિવસ અવસાન |||
આજના ખાસ વિશેષ :
શ્યામલાલ ગુપ્ત એક સેનાની પત્રકાર
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક સેનાની, પત્રકાર, સમાજસેવી અને અધ્યાપક એવા શયામલાલ ગુપ્તનો જન્મ ૧૬ ડિસેમ્બર ૧૮૯૩ ના રોજ કાનપુર જિલ્લાના નરવલમાં થયો હતો.હિન્દી સાહિત્ય સંમેલનમાં વિશારદની પરીક્ષા ઉતીર્ણ કરી.૧૯૨૧ માં ગણેશ શંકર સાથે સંપર્કમાં આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો.
શ્યામલાલ ગુપ્ત એ ‘સચિવ’ નામની માસિક પત્રિકામાં સંપાદક રહ્યા. ૧૯૨૩ માં ફતેહપુરમાં કોંગ્રેસનું અધિવેશનનું આયોજન થયું હતું.
અધિવેશન દરમિયાન ગણેશ શંકર વિદ્યાર્થી શ્યામલાલ ગુપ્તને દેશભક્તિ અને કાવ્ય રચનાથી પ્રભાવિત થઈ તેમણે શ્યામલાલને ઝંડાગીતની રચના કરવા કહ્યું. અનેક રચનાઓ બાદ ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.’ ને ૧૯૩૮ માં હરિપુરા અધિવેશનમાં નેતાજી સુભાષચંદ્ર બોસે ઝંડા ગીત તરીકે સ્વીકાર કર્યું અને પાંચ હજાર લોકોએ સાથે ઝંડા ગીતનું ગાન કર્યું.