🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
11 જુલાઈ
🔳૧૭૭૬ – કેપ્ટન જેમ્સ કૂકે પોતાની ત્રીજી સફર શરૂ કરી.
🔳૧૮૦૧ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી ‘જીન-લુઇસ પોન્સે’ પોતાનો પ્રથમ ધૂમકેતુ શોધ્યો. ત્યાર પછીનાં ૨૭ વર્ષમાં તેમણે ૩૬ ધૂમકેતુઓની શોધ કરી,જે ઇતિહાસમાં અન્ય કોઇ પણ દ્વારા શોધાયેલા ધૂમકેતુઓ કરતા વધુ છે.
🔳૧૮૯૩ – ‘કોકિચી મિકિમોટો’ દ્વારા કુત્રીમ મોતી મેળવાયું.
🔳૧૮૯૫ – લ્યુમેઇર બંધુઓએ વૈજ્ઞાનિકો સમક્ષ ચલચિત્ર તકનીકનું પ્રદર્શન કર્યું.
🔳૧૯૬૨ – પ્રથમ એટલાન્ટીકપારનું ઉપગ્રહ ટેલિવિઝન પ્રસારણ કરાયું.
🔳૧૯૭૯ – અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, સ્કાયલેબ પૃથ્વીનાં વાતાવરણમાં પુનઃપ્રવેશ સમયે, હિંદ મહાસાગરમાં ટુટી પડ્યું.
🔳૧૯૮૭ – સંયુક્ત રાષ્ટ્રસંઘ અનુસાર, વિશ્વની વસ્તી ૫,૦૦૦,૦૦૦,૦૦૦ (૫ અબજ) નો આંક પાર કરી ગઇ.
🔳૨૦૦૬ – મુંબઇ,ભારતમાં, શ્રેણીબદ્ધ મુંબઇ ટ્રેઇન બોમ્બ ધડાકા માં ૨૦૯ લોકોની જાનહાની થઇ.
મહત્વની ઘટનાઓ
૧૭૩૫ – ગાણિતિક ગણતરીઓ સૂચવે છે કે આ દિવસે જ વામન ગ્રહ પ્લૂટો ૧૯૭૯ પહેલાં છેલ્લી વખત નેપ્ચ્યુનની ભ્રમણકક્ષામાં આગળ વધ્યો હતો.
૧૭૭૬ – કેપ્ટન જેમ્સ કૂકે (James Cook) પોતાની ત્રીજી સફર શરૂ કરી.
૧૮૦૧ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી ‘જીન-લુઇસ પોન્સે’ (Jean-Louis Pons) પોતાનો પ્રથમ ધૂમકેતુ શોધ્યો. ત્યાર પછીનાં ૨૭ વર્ષમાં તેમણે ૩૬ ધૂમકેતુઓની શોધ કરી, જે ઇતિહાસમાં અન્ય કોઇ પણ દ્વારા શોધાયેલા ધૂમકેતુઓ કરતા વધુ છે.
૧૮૯૩ – ‘કોકિચી મિકિમોટો’ (Kokichi Mikimoto) દ્વારા કૃત્રિમ (cultured) મોતી (Pearl) મેળવાયું.
૧૮૯૫ – લ્યુમેઇર બંધુઓ (Lumière brothers)એ વૈજ્ઞાનિકો સમક્ષ ચલચિત્ર તકનીકનું પ્રદર્શન કર્યું.
૧૯૧૯ – નેધરલેન્ડના કામદારો માટે દિવસના આઠ કલાકનું કામકાજ અને રવિવારે કાર્યમુક્તિનો કાયદો બન્યો.
૧૯૫૦ – પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (International Monetary Fund) અને આંતરરાષ્ટ્રીય બેંકમાં સામેલ થયું.
૧૯૬૨ – પ્રથમ એટલાન્ટીકપારનું ઉપગ્રહ ટેલિવિઝન પ્રસારણ કરાયું.
૧૯૬૨ – એપોલો પરિયોજના: એક પત્રકાર પરિષદમાં નાસાએ ચંદ્ર પર અવકાશયાત્રીઓને ઉતારવા અને તેમને પૃથ્વી પર પાછા લાવવાના સાધન તરીકે ચંદ્રની ભ્રમણકક્ષાની મુલાકાતની જાહેરાત કરી.
૧૯૭૧ – ચિલીમાં તાંબાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
૧૯૭૭ – માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો.
૧૯૭૯ – અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, સ્કાયલેબ (Skylab), પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ સમયે, હિંદ મહાસાગરમાં તુટી પડ્યું.
૧૯૮૭ – સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations) અનુસાર, વિશ્વની વસ્તી ૫,૦૦૦,૦૦૦,૦૦૦ (૫ અબજ) નો આંક પાર કરી ગઇ.
૨૦૦૬ – ૨૦૦૬ મુંબઇ ટ્રેઇન બોમ્બ ધડાકા(Mumbai train bombings): ભારતના મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ હુમલામાં ૨૦૯ લોકો માર્યા ગયા.
આજનો દિન વિશેષ વિશ્વમાં વસ્તી દિવસ
વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે એ માટે દર વર્ષે સમગ્ર વિશ્વમાં
૧૧ જુલાઈએ વિશ્વ વસ્તી ગણતરી દિન તરીકે ઉજવાય છે ત્યારે હાલમાં સમગ્ર દુનિયાની વસ્તી ૭.૦૨ અબજ જેટલી છે. ભારતમાં કુલ વસ્તી
૧.૨ અબજ એટલે કે અમેરિકા, જાપાન, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા,બ્રાઝિલ,
અને બંગલા દેશ જેવા દેશોની કુલ વસ્તીની સમકક્ષ છે.
ભારતની વસ્તીગણતરીનો હંગામી અહેવાલ સેન્સસ ૨૦૧૧ રજુ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે ભારતની વસ્તી ૧ અબજ ૨૧ કરોડ (૧૨૧૦.૨ મિિ ૯૪૩ મહિલાનું પ્રમાણ છે લયન) થઈ છે. ભારતમાં ૧૦૦૦ પુરુષોએ ૨૦૧૬ ના રોજ ભારતની વસ્તી ૧.૩૨ અબજ થઈ છે.સીધી ગણતરી કરીએ તો એક મિનિટમાં ભારતમાં ૫૧ નવાં બાળકો જન્મ લે છે.
૨૦૧૧ ની છેલ્લી વસ્તીગણતરી મુજબ ગુજરાતની વસ્તી ૬.૦૩ કરોડ નોંધવામાં આવી છે.હવે મે – ૨૦૧૬ માં ગુજરાતની વસ્તી ૬,૬૩,૪૨,૨૩૬ થઈ છે. ૨૦૧૫ માં ૬,૫૧,૦૫,૨૩૭ વસ્તી હતી. વસ્તીગણતરી દર દસ વર્ષે કરવામાં આવે છે.