🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : ૧૧ મી સપ્ટેમ્બર
ઈતિહાસમાં મહત્વની ઘટનાઓ
-
૧૬૦૯ – હેનરી હડસને મેનહટન ટાપુ અને ત્યાં રહેતા સ્વદેશી લોકોને શોધી કાઢ્યા.
-
૧૮૯૩ – સ્વામી વિવેકાનંદે શિકાગોની આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતેની વિશ્વ ધર્મ સંસદને સંબોધન કર્યું.
-
૧૯૬૫ – ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ: ભારતીય સેનાએ લાહોરના દક્ષિણપૂર્વમાં આવેલા બુર્કી શહેર પર કબજો જમાવ્યો.
-
૧૯૯૭ – રાષ્ટ્રવ્યાપી જનમત સંગ્રહ દ્વારા સ્કોટલેન્ડે યુનાઇટેડ કિંગડમમાં હસ્તાંતરિત સંસદની સ્થાપના માટે મત આપ્યો.
-
૨૦૦૧ – અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વિમાન દ્વારા આતંકવાદી હુમલો.
-
૨૦૦૧ – વર્લ્ડ ટ્રેડ સેન્ટરના આતંકી હુમલાની દસમી વરસી પર એક રાષ્ટ્રીય સ્મારક અને સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું.
-
૨૦૨૧ – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પદ પરથી રાજીનામુંં આપ્યું
આજના દિવસના જન્મ
-
૧૮૯૫ – વિનોબા ભાવે – ભારતીય સમાજસેવક (અ. ૧૯૮૨)
-
૧૯૧૧ – લાલા અમરનાથ, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૦૦)
-
૧૯૧૯ – કન્હૈયાલાલ સેઠીયા, રાજસ્થાની ભાષાના કવિ (અ. ૨૦૦૮)
-
૧૯૪૦ – દાદુદાન ગઢવી, ગુજરાતી કવિ અને લોકગાયક (અ. ૨૦૨૧)
આજના દિવસના અવસાન
-
૧૯૨૧ – સુબ્રમણ્ય ભારતી, તમિલ લેખક, કવિ, પત્રકાર, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા અને સમાજ સુધારક (જ. ૧૮૮૨)
-
૧૯૪૮ – મહમદ અલી ઝીણા, બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, મુસ્લિમ લીગના અધ્યક્ષ અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા. (જ. ૧૮૭૬)
-
૧૯૬૪ – ગજાનન માધવ મુક્તિબોધ, હિન્દી સાહિત્યકાર (જ. ૧૯૧૭)
-
૧૯૭૩ – લીમડા કરૌલી બાબા, ભારતીય દાર્શનિક અને ગુરુ (જ. ૧૯૦૦)
-
૧૯૮૦ – જ્યોતીન્દ્ર દવે, ગુજરાતી ભાષાના હાસ્યલેખક (જ. ૧૯૦૧)
આજનો ખાસ દિન વિશેષ વિનોબા ભાવે
ક્રાંતિકારી વિચારક અને સમાજસુધારક આચાર્ય વિનોબા ભાવેનો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૫ ના રોજ નાસિક, મહારાષ્ટ્રના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરિ ભાવે હતું. વિનોબા ભાવેને મહાત્મા ગાંધીના ઉત્તરાધિકારી પણ ગણવામાં આવે છે.
વિનોબા ભાવે પહેલા એવા વ્યક્તિ હતા જેને વર્ષ ૧૯૫૮ માં આંતરરાષ્ટ્રીય રેમન મેગ્સસે સમ્માન પ્રાપ્ત થયું હતું. તેમને આ સમ્માન સામુદાયિક નેતૃત્વ ક્ષેત્રમાં પ્રાપ્ત થયું હતું. મરણોપરાંત વર્ષ ૧૯૮૩ માં વિનોબા ભાવેને ભારતના સર્વોચ્ચ નાગરિક સમાન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.નવેમ્બર ૧૯૮૨ માં વિનોબા ભાવે બહુ જ બિમાર પડી ગયા. અંતે ૧૫ નવેમ્બર, ૧૯૮૨ માં તેમનું અવસાન થયું.
આજનો ખાસ દિન વિશેષ વિનોબા ભાવે
જ્યોતીન્દ્ર દવેનો જન્મ ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે થયો હતો. તેમણે ૧૯૧૯માં મેટ્રિક, ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ.એ.ની પદવીઓ સુરતમાંથી મેળવી હતી. ૧૯૨૬ થી ૧૯૩૩ સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં જોડાયા.
તેમનું સર્જન
તેમની મુખ્ય રચનાઓમાં ‘રંગતરંગ’ ‘ભાગ ૧ થી ૬’ (૧૯૩૨-૧૯૪૬), ‘જ્યોતીન્દ્ર તરંગ’, ‘રેતીની રોટલી’ (૧૯૫૨), ‘વડ અને ટેટા’ (હાસ્ય નિબંધો), ‘અમે બધાં’ (નવલકથા, ૧૯૩૬), ‘વ્યતીતને વાગોળું છું’ (આત્મકથા), ‘હાસ્ય નિબંધ સંગ્રહ’ – ૧૦, ‘હાસ્યનવલકથા’ – ૧, ‘આત્મકથા’ વગેરે મુખ્ય છે. વળી તેમના ‘અવસ્તુદર્શન’, ‘અશોક પારસી હતો’, ‘મહાભારત: એક દ્રષ્ટિ’, ‘મારી વ્યાયામસાધના’, ‘સાહિત્યપરિષદ’ જેવા ઘણા નિબંધો પણ તેમણે ગુજરાતી ભાષાને આપ્યા.
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : ૧૨ મી સપ્ટેમ્બર
*ઈતિહાસમાં આજનો દિવસ*
📜 12 સપ્ટેમ્બર, “ગુજરાતનાં ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈનો” નિર્વાણદિવસ..
📜 12 સપ્ટેમ્બર, “સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજુમદારનો” નિર્વાણદિવસ..
📜૧૯૧૨: ભારતના જાણીતા નેતા અને પત્રકાર ફરોઝ ગાંધીનો જન્મ થયો.
📜૧૯૪૪: યુ.એસ. આર્મીએ પ્રથમ વખત જર્મનીમાં પ્રવેશ કર્યો.
📜૧૯૫૩: યુ.એસ.ની ૩૫ મી પ્રમુખ જ્હોન એફ કેનેડીએ જેકલીન બવિએએ લગ્ન કર્યાં.
📜૧૯૫૯: સોવિયેત સંઘનું રોકેટ ‘લુકીન ૨’ પર ચંદ્ર પર એક નવો ઇતિહાસ રચ્યો.
📜 ૨૦૦૭: રશિયા દ્વારા નોન નેક્લિયર વેક્યૂમ બમ (ઇકો ફ્રેન્ડલી બમ) ની ચકાસણી કરવામાં આવી.
મહત્વની ઘટનાઓ
-
૧૮૪૮ – નવું બંધારણ અપનાવવાની સાથે સ્વિત્ઝરલૅન્ડ સંઘીય રાજ્ય બન્યું.
-
૧૯૪૦ – ફ્રાન્સના લાસ્કોમાં ગુફા ચિત્રો મળી આવ્યા.
-
12મી સપ્ટેમ્બરની ઘટના – ખાસ દિવસ
-
2011: ન્યૂ યોર્ક સિટીનું 911 મેમોરિયલ મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું.
-
2005: હોંગકોંગમાં ડિઝનીલેન્ડ ખુલ્યું.
-
2002: મેટ્સેટ, ભારતના ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ.
-
1998: ડૉ. જયંત નારલીકરને પુણ્યભૂષણ એવોર્ડ.
-
1980: તુર્કીમાં લશ્કરી બળવો.
-
1959: લુના-2, માનવરહિત રશિયન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું.
-
1948: ભારતીય સેના હૈદરાબાદ રાજ્યના પ્રદેશમાં પ્રવેશી. હૈદરાબાદ મુક્તિ સંગ્રામને પોલીસ એક્શન કહેવામાં આવે છે.
-
1930: વિલ્ફ્રેડ રોડ્સ તેની છેલ્લી 1110મી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મેચ રમે છે.
-
1919: એડોલ્ફ હિટલર જર્મન વર્કર્સ પાર્ટીમાં જોડાયો.
-
1897: સરગઢીનું તેરહ અભિયાન યુદ્ધ.
-
1857: કેલિફોર્નિયા ગોલ્ડ રશમાં 13-15 ટન સોનું વહન કરતી S.S. મધ્ય અમેરિકાનું જહાજ સોના અને 426 મુસાફરો સાથે ડૂબી ગયું.
-
1666: આગ્રાથી ભાગીને શિવાજી મહારાજ સુરક્ષિત રીતે રાજગઢ પહોંચ્યા.