🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 12 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
⚛️ આતરરાષ્ટ્રીય યુવા દિવસ
📜1602 અક્બરના રત્ન અબુલ ફજલનું જહાંગીરનાં કેહવાથી હત્યા કરવામાં આવી.
📜1868 વાઇસરોય ફેડ્રિક JNT લોર્ડ ચેમ્સફોર્ડનો જન્મ થયો.
📜1897 હિમાચલ પ્રદેશનાં પુર્વ ગવર્નર જનરલ હિમ્મત સિંહનો જન્મ થયો.
📜1919 ભારતીય અવકાશ વિજ્ઞાનનાં પિતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો અમદાવાદમાં જન્મ થયો.
📜1922 ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત એક્પાત્રીય અભિનય કરનાર ચુનીલાલ કાલિદાસનો જન્મ થયો.
📜1946 વાઇસરોયએ કામચલાવ સરકાર રચવા માટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું.
📜1952 Social Welfare Board ની સ્થાપના થઈ.
📜1973 ગોવા, દમણ અને દીવનાં પ્રથમ મુખ્યમંત્રી દયાનંદ બાલક્રિષ્ના બંદોડકરનું અવસાન થયુ.
📜1987 એસ. આર. બોમ્મઈ કર્ણાટકનાં મુખ્યમંત્રી બન્યાં.
📜1991 ભારતીય સંસદે the Terrorist and Disruptive Activities (prevention) amendment bill પાસ કર્યું.
||| આજનો વિશેષ દિવસ |||
વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઈનો જન્મદિવસ
ગરવી ગુજરાતના મેધાવી સપૂત અને ભારતના જાણીતા અવકાશ જ વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨ મી ઓગસ્ટ ૧૯૧૯ ના રોજ જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને માતા સરલાદેવીને છે,ત્યાં તેમનો જન્મ થયો. કુટુંબની પોતાની શાળા હતી, એટલે એમણે પ્રાથમિક શિક્ષણ કુટુંબની શાળામાં જ લીધું.વિક્રમ સારાભાઈને નાનપણથી જ ગણિત અને વિજ્ઞાનમાં રસ હતો. ) વેકેશનમાં પણ એ ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો વાંચતા. ઈન્ટર સટન્સ સુધીનો અભ્યાસ અમદાવાદમાં જ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા. ૧૯૩૯ માં માત્ર ૨૦ વર્ષની વયે તેઓ વિજ્ઞાનના વિષય સાથે ગ્રેજ્યુએટ થયા,વધારે અભ્યાસ કરવા ત્યાં રોકાવાની ઈચ્છા હતી, પણ બીજું વિશ્વયુદ્ધ શરુ થઈ જવાથી તેઓ ભારત પાછા આવી ગયા.ભારતે પાછા ફર્યા બાદ ભારતની સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક સંસ્થા બેંગલોરની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં મહાન વૈજ્ઞાનિક સર સી.વિ.રામનના હાથ હેઠળ કાર્યમાં જોડાયા.
૧૯૪૫ માં વિશ્વયુધ્ધ પૂર્ણ થયા બાદ વિકમ સારાભાઈ પોતાનું ભણતર પૂરું કરવા ઈંગ્લેન્ડ ગયા અને પીએચ.ડી ની ડિગ્રી મેળવી ભારત પાછા ફર્યા. ભારત પાછા ફર્યા બાદ ૧૧ નવેમ્બર ૧૯૪૭ માં તેમણે અમદાવાદમાં ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી ત્યારે તેમની ઉંમર ૨૮ વર્ષની હતી. અહીં તેમણે ઘણો યુવકોને સારા વૈજ્ઞાનિક બનવાની તાલીમ આપી.થોડાં વર્ષોમાં જ આ સંસ્થાની ગણતરી વિશ્વની મહત્વની સંસ્થાઓમાં થવા લાગી. ૧૯૫૫ માં આવી જ અન્ય સંસ્થા કાશ્મીરના ગુલમર્ગમાં ઉભી કરી અને ત્યાં વિકિરણો અંગે ઉચ્ચ કોટિની શોધખોળનું કામ કર્યું.
– ૧૯૫૭ થી દુનિયાના આગળ પડતા દેશોમાં અવકાશની શોધખોળ શરુ થઈ ગઈ. ૧૯૬૨ માં ભારતમાં પણ વિક્રમ સારાભાઈના આગ્રહથી અવકાશ ક્ષેત્રે કાર્ય શરુ થયું.આજે આપણે અતિશય શક્તિશાળી રોકેટ અવકાશમાં છોડી શકીએ છીએ તેની શરૂઆત ડૉ. વિક્રમ સારાભાઈએ કરેલી. દક્ષિણ ભારતમાં થુંબા નામની જગ્યાએથી એમણે રોહિણી નામનું પહેલું રોકેટ અવકાશમાં ઉડાડ્યું હતું.૧૯૬૬ માં ભારતના મહાન અણુવૈજ્ઞાનિક ડૉ. હોમી ભાભાનું એક વિમાન અકસ્માતમાં મૃત્યુ થતાં ડૉ.વિક્રમ સારાભાઈને અણુવિજ્ઞાનની શોધખોળ વિભાગની જવાબદારી સોંપવામાં આવી.
ડૉ.વિક્રમ સારાભાઈને દેશ-પરદેશમાં અનેક માનસન્માન મળ્યાં હતાં. રાતદિવસ વિજ્ઞાનની વિકાસ અને એ દ્વારા દેશસેવામાં એમનું જીવન વ્યતીત થયું. ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ ના રોજ થુંબામાં ૫૨ (બાવન) વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.