🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : ૧૨ મી સપ્ટેમ્બર
*ઈતિહાસમાં આજનો દિવસ*
📜 12 સપ્ટેમ્બર, “ગુજરાતનાં ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈનો” નિર્વાણદિવસ..
📜 12 સપ્ટેમ્બર, “સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજુમદારનો” નિર્વાણદિવસ..
📜૧૯૧૨: ભારતના જાણીતા નેતા અને પત્રકાર ફરોઝ ગાંધીનો જન્મ થયો.
📜૧૯૪૪: યુ.એસ. આર્મીએ પ્રથમ વખત જર્મનીમાં પ્રવેશ કર્યો.
📜૧૯૫૩: યુ.એસ.ની ૩૫ મી પ્રમુખ જ્હોન એફ કેનેડીએ જેકલીન બવિએએ લગ્ન કર્યાં.
📜૧૯૫૯: સોવિયેત સંઘનું રોકેટ ‘લુકીન ૨’ પર ચંદ્ર પર એક નવો ઇતિહાસ રચ્યો.
📜 ૨૦૦૭: રશિયા દ્વારા નોન નેક્લિયર વેક્યૂમ બમ (ઇકો ફ્રેન્ડલી બમ) ની ચકાસણી કરવામાં આવી.
મહત્વની ઘટનાઓ
-
૧૮૪૮ – નવું બંધારણ અપનાવવાની સાથે સ્વિત્ઝરલૅન્ડ સંઘીય રાજ્ય બન્યું.
-
૧૯૪૦ – ફ્રાન્સના લાસ્કોમાં ગુફા ચિત્રો મળી આવ્યા.
-
12મી સપ્ટેમ્બરની ઘટના – ખાસ દિવસ
-
2011: ન્યૂ યોર્ક સિટીનું 911 મેમોરિયલ મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું.
-
2005: હોંગકોંગમાં ડિઝનીલેન્ડ ખુલ્યું.
-
2002: મેટ્સેટ, ભારતના ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ.
-
1998: ડૉ. જયંત નારલીકરને પુણ્યભૂષણ એવોર્ડ.
-
1980: તુર્કીમાં લશ્કરી બળવો.
-
1959: લુના-2, માનવરહિત રશિયન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું.
-
1948: ભારતીય સેના હૈદરાબાદ રાજ્યના પ્રદેશમાં પ્રવેશી. હૈદરાબાદ મુક્તિ સંગ્રામને પોલીસ એક્શન કહેવામાં આવે છે.
-
1930: વિલ્ફ્રેડ રોડ્સ તેની છેલ્લી 1110મી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મેચ રમે છે.
-
1919: એડોલ્ફ હિટલર જર્મન વર્કર્સ પાર્ટીમાં જોડાયો.
-
1897: સરગઢીનું તેરહ અભિયાન યુદ્ધ.
-
1857: કેલિફોર્નિયા ગોલ્ડ રશમાં 13-15 ટન સોનું વહન કરતી S.S. મધ્ય અમેરિકાનું જહાજ સોના અને 426 મુસાફરો સાથે ડૂબી ગયું.
-
1666: આગ્રાથી ભાગીને શિવાજી મહારાજ સુરક્ષિત રીતે રાજગઢ પહોંચ્યા.
આજનો દિન વિશેષ ખાસ જયકિશન
હિન્દી ફિલ્મ જગતના મહાન સંગીતકાર બેલડી , શંકર – જયકિશનનો જન્મ ૦૪ નવેમ્બર ૧૯૩૨ ના રોજ શ્રી ગુજરાતના વલસાડ જિલ્લાના વાંસદા ગામમાં ખૂબ જ ! ગરીબ પરિવારમાં થયો હતો. તેઓનાં પિતાજી અને મોટાભાઈ બળવંત બંને ભજનો ગાતા અને લોકો તેમના ભજનો સાંભળતા જ ધરાતા નહીં. બાળ જયને પણ નાનપણથી જ સંગીતના સંસ્કાર ગળથુથીમાં મળ્યાં હતા.
૧૯૪૫ માં પૃથ્વી થિયેટર્સમાં શંકરે તબલચી તરીકે તથા જયકિશને હાર્મોનિયમવાદક તરીકે રૂ.૭પ ના પગારથી નોકરી મેળવી. ત્યારથી તેઓ સંગીતકાર શ્રી રામ ગાંગુલીનાં સાજિંદા તરીકે તથા પૃથ્વી થિયેટર્સનાં નાટકોમાં પણ અભિનય આપતાં હતા. શંકર – જયકિશને સંગીતકાર તરીકે કારકિર્દી શિક્ષણ વાડીલાલ અને પ્રેમશંકર નાયક પાસેથી મેળવ્યું. જયકિશનની કામ કરવાની શૈલી કંઈક જુદી હતી. ઘણીવાર રાતે જયારે ઊંઘ ઉડી જાય ત્યારે તેઓ હાર્મોનિયમ લઈને બેસી જતા અને સવાર સુધી ધૂન બનાવવામાં ખોવાઈ જતાં. તેઓ દરરોજ એક ધૂન બનાવતા અને મહિનામાં આ રીતે ત્રીસ ધૂન બનતી.
જયકિશનને નવ વખત સર્વશ્રેષ્ઠ સંગીતકાર ફિલ્મફેર પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા અને જર્ની રગેરગમાં સંગીત વહેતું હતું તેવા જયકિશનનું નિધન ૧૨ સપ્ટેમ્બર ૧૯૭૧ નાં રોજ થયું હતું.