🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
13 ઓક્ટોબર
📜13 ઓક્ટોબર , 1999માં અટલ બિહારી વાજપાયી ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી બન્યા.
📜13 ઓક્ટોબર , 2000માં દક્ષિણ કોરિયાઇ રાષ્ટ્રપતિ કિમ દાઇ જુંગને શાંતિ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
📜13 ઓક્ટોબર , 2002માં જર્મનીએ સ્વીડનને હરાવીને પ્રથમ વખત વિશ્વ કપ ફૂટબોલ ટુર્નામેંટ જીતી હતી.
📜13 ઓક્ટોબર , 2002માં નવી દિલ્હીમાં ઇન્ટરપોલ સદસ્ય દેશોનાં પ્રતિનિધિઓના સંમેલનનો પ્રારંભ થયો.
📜13 ઓક્ટોબર 1895માં ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ ટેસ્ટ કપ્તાન સી . કે . નાયડૂનો જન્મ થયો હતો.
📜13 ઓક્ટોબર 1987માં ભારતીય ગાયક કિશોર કુમારનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
2001 – નાઇજિરીયામાં યુએસ વિરોધી વિરોધ દરમિયાન સાંપ્રદાયિક હિંસામાં લગભગ 200 લોકો માર્યા ગયા.
2002 – ઇન્ડોનેશિયામાં બાલી નાઇટક્લબમાં એક પ્રચંડ વિસ્ફોટમાં 200 લોકો માર્યા ગયા અને 300 થી વધુ ઘાયલ થયા.
2004 – સાઉદી અરેબિયાએ દર વર્ષે 10 લાખ કામદારોને ઘટાડવાની જાહેરાત કરી. ચીને તાઈવાનની શાંતિ પહેલને નકારી કાઢી.
2005 – જાણીતા જર્મન નાટ્યકાર હેરાલ્ડ પિન્ટરને વર્ષ 2005 માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કારની જાહેરાત.
2006 – બાંગ્લાદેશના મિ. યુનુસ અને તેમના દ્વારા સ્થાપિત ગ્રામીણ બેંક માટે નોબેલ પુરસ્કાર.
2012 – પાકિસ્તાનના દારા આદમમાં આત્મઘાતી હુમલામાં 15 લોકો માર્યા ગયા.
2013 – મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં નાસભાગમાં 109 લોકો માર્યા ગયા.
આજનો ખાસ દિન વિશેષ ભૂલાભાઈ દેસાઈ
ગાંધીયુગના સ્વાતંત્ર્ય સેનાની મુખ્ય સંસદીય નેતા, , પ્રખર ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈનો જન્મ ૧૩ ઓક્ટોબર, ૧૮૭૭ ના રોજ સૂરતમાં થયો હતો. મેટ્રિકની પરિક્ષા ઉત્તીર્ણ કરી મુંબઈ જઈ કાયદાશાસ્ત્રમાં ) શિક્ષણ પ્રાપ્ત કર્યું. શરૂઆતમાં પ્રાધ્યાપક બન્યા બાદ , થોડા જ સમયમાં શિક્ષણક્ષેત્ર ત્યજીને તેમણે ઘણી જે ઓછી ઉંમરમાં એડવોકેટ થઈ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. એકવાર એક અંગ્રેજ જજે એમની મશ્કરી કરતાં કહ્યું: ‘મિ. ભૂલાભાઈ ! યુ આર એ ચાઇલ્ડ ઇન લો !’
મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી તેઓ ઈ.સ. ૧૯૩૦ માં સ્વાધીનતા આંદોલનમાં ભાગ લીધો. સ્વાધીનતા આંદોલનમાં ભાગ લેવાને કારણે ભૂલાભાઈને એક વર્ષની જેલની સજા અને દસ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો.પોતાની કુશાગ્ર બુદ્ધિ પ્રતિભાથી કોંગ્રેસ હાઇકમાન્ડમાં તેઓ સલાહકાર તરીકે રહ્યાં અને કારોબારીના સભ્ય તરીકે રહ્યાં હતા.બારડોલીમાં ચાલેલા સત્યાગ્રહમાં ભાગ લઈ તેઓ ‘જનતાના વકીલ’ તરીકે ઉપનામ આપવામાં આવ્યું. ભૂલાભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને તેના બંધારણના ઘડવૈયા પણ રહી ચૂક્યા હતા.૬ મે ૧૯૪૬ ના રોજ ભૂલાભાઈ દેસાઈનું અવસાન થયું.
🎴🍁આતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ
✨➖સમગ્ર વિશ્વમાં આપત્તિનું જોખમ ઘટાડવા અને એ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 13 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
✨➖આ વિશ્વમાં આપત્તિ જોખમ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાના હેતુથી વર્ષ 1989માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
✨➖અગાઉ આ દિવસ ઓક્ટોબર મહિનાના બીજા બુધવારે ઉજવવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2009માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે 13 ઓક્ટોબરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.