🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
14 માર્ચ
♦️♦️14 માર્ચ 2010 અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં શનિવારે પાંચ સિરિયલ બોમ્બ વિસ્ફોટો અને ગોળીબારમાં 13 પોલીસકર્મીઓ સહિત 35 લોકો માર્યા ગયા અને 57 ઘાયલ થયા.
♦️♦️14 માર્ચ 1931 માં ભારતીની પહેલી બોલતી ફિલ્મ આલમ આરા મુંબઈમાં પ્રકાશિત થઇ હતી
♦️♦️14 માર્ચ 1958માં મોનાકો પરિવારની રાજકુમારી ગ્રેસએ એક પુત્રને જન્મ આપ્યો છે જેની ખુશીમાં મોનાકો માં 101 તોપોની સલામી અપાય
♦️♦️14 માર્ચ 1988 માં ગણિત પ્રેમીઓ માટે ખાસ દિવસ પાઇ ડે પહેલીવાર મનાવવામાં આવ્યો.
♦️♦️14 માર્ચ 1833 માં પહેલી મહિલા ડેન્ટિસ્ટ હોબ્સ ટેલર નો જન્મ થયો
મહત્વની ઘટનાઓ
1987 – ફિજીમાં લોહી વિનાની લશ્કરી ક્રાંતિ પછી સરકારને ઉથલાવી દેવામાં આવી.
1989 – પીટર બોથાને દક્ષિણ આફ્રિકન નેશનલ પાર્ટી દ્વારા FWD દ્વારા બદલવામાં આવ્યા. ક્લાર્કને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
1990 – શ્રીમતી અર્થા પાસ્કલ ટ્રેવિલે હૈતીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
1999 – સ્પેનના કાર્લોસ મોયા વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી બન્યો.
2000 – મોહમ્મદ મુસ્તફા મેરો સીરિયાના નવા વડાપ્રધાન બન્યા.
2001 – યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાન પર પ્રતિબંધો લંબાવ્યા, રતુવિતા મોમેડોનુને ફિજીના કાર્યકારી વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
2002 – સર્બિયા અને યુગોસ્લાવિયા વચ્ચે સંધિ પર હસ્તાક્ષર, દળો ગાઝા પટ્ટીમાં પ્રવેશ્યા.
2004 – ચીનમાં ખાનગી મિલકતને કાનૂની માન્યતા આપવા માટે બંધારણમાં સુધારો.
2007 – ભારત-પાકિસ્તાનમાં કારગીલ અને સ્કર્દુ વચ્ચે બસ સેવા શરૂ કરવા સંમતિ.
આજનો દિન વિશેષ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
૧૪ માર્ચ
આલ્બર્ટ આઇન્સ્ટાઇન
સાપેક્ષવાદના શોધક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ ૧૪ માર્ચ, ૧૮૭૯ ના રોજ જર્મનીના વર્ટમ્બર્ગ પ્રાંતના ઉલ્મ ગામે છે થયો હતો. ઈ.સ. ૧૮૮૦ માં તેમના પિતાએ મ્યુનિક ખાતે | ઈલેક્ટ્રિક સાધનોની ફેક્ટરી સ્થાપી એટલે પરિવાર સાથે તેઓ સ્થાયી થયા. આઇન્સ્ટાઇને કેથોલિક એલીમેન્ટરી શાળામાં અભ્યાસ કર્યા બાદ લ્યુડીપોલ્ડ જીગ્નેશિયમમાં માધ્યમિક શિક્ષક મેળવ્યું. શાળાના અભ્યાસમાં તેઓ કાચા હતા. આઇન્સ્ટાઇનને તેમના પિતા ઈલેક્ટ્રિક એન્જિનિયર બનાવવા માંગતા હતા.
ઈ.સ.૧૮૯૫ માં આઇન્સ્ટાઇન સ્વિસ ફેડરલ પોલિટેકનીકમાં દાખલ થવા પરિક્ષા આપી પરંતુ સફળ થયા નહિ, ઈ.સ.૧૮૯૬ માં આઇન્સ્ટાઇને સ્વિસ મેસુરામા ફિઝીક્સ અને ગણિતની પરિક્ષા ઓ સારા માર્કસ સાથે પાસ કરી અને ઝુરિક પોલિટેકનીકમાં ફિઝીક્સ ટીચિંગ ડિપ્લોમાં દાખલ થયા.
આઇન્સ્ટાઇનને પ્રોફેસરની નોકરી મળી નહિ પરંતુ પેટન્ટ ઓફિસમાં કારકુન તરીકે જોડાયા, અહીં કામ ઓછું હોવાથી ફાજલ સમયમાં સંશોધનો શરૂ કર્યા. તેમને માત્ર કાગળ અને પેન્સિલની જ જરૂર હતી. ઈ.સ.૧૯૮પ માં સાપેક્ષવાદની થિયરી રજૂ કરી વિજ્ઞાન જગતને હચમચાવી નાખ્યું. તેમણે વિખ્યાત વિજ્ઞાની ન્યૂટનના સિદ્ધાંતોને પડકાર્યા હતા. મોટાભાગનાં વૈજ્ઞાનિકો તેમની થિયરી સમજી શક્યા નહોતા.ઈ.સ.૧૯૦૦ માં તેમણે એક પ્રતિષ્ઠિત વિજ્ઞાન મેગેઝીનમાં નિબંધ લખ્યો અને ખ્યાતિ મેળવી. તેમણે ઝુરિચ યુનિવર્સિટીએ પી.એચ.ડી ની ડિગ્રી પણ આપી. ર૬ વર્ષની વયે તેઓ વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિક બની ગયા અને બર્ન યુનિવર્સિટીમાં ઈલેક્ટ્રોડાયનેમિક વિભાગમાં પ્રોફેસર બની ગયા.
ઈ.સ.૧૯૧૪ માં જર્મનીની કૈઝર વિલ્હેમ સંસ્થામાં જોડાયા. ઈ.સ.૧૯૧૯ માં બ્રિટિશ મેગેઝીન ધ ટાઇમ્સમાં તેમના યોગદાનને વિજ્ઞાન જગતમાં ક્રાંતિકારી ગણાવ્યું અને તેમના સાપેક્ષવાદને સમગ્ર વિશ્વ સ્વીકાર્યો. ઈ.સ.૧૯૨૧ માં તેમને ફિઝિક્સનું નોબેલ ઈનામ એનાયત થયું. ઈ.સ.૧૯૫૫ માં ૧૮ એપ્રિલ એ મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન એ જગતને અલવિદા કર્યું.