🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 14 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1862 : બૉમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણ વિસ્તારને આવરી લેવાયા. બૉમ્બે હાઈકોર્ટની બેન્ચ નાગપુર, પણજી અને ઔરંગાબાદમાં છે.
📜1947 : હરિલાલ જેકિશનદાસ કાંણીયા ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) બન્યાં. જે 05/11/1951 સુધી રહ્યાં.
📜1947 : પાકિસ્તાન દેશ ભારતથી અલગ થયો.
📜1987 : સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનને ભારતરત્ન સમ્માન આપવામા આવ્યુ. આ સન્માન મેળવનાર પ્રથમ વિદેશી વ્યક્તિ બન્યાં.
🔺આજના દિવસના અવસાન 🔺
📜1996 : મુન્શી પ્રેમચંદનાં પુત્ર અમરીત રાયનું અવસાન થયુ.
પ્રસિદ્ધ રાજસ્થાની કવિ અને સ્વતંત્રતા સેનાની કેસરીસિંહ બારહટ
પ્રસિદ્ધ રાજસ્થાની કવિ અને સ્વતંત્રતા સેનાની કેસરીસિંહ બારહટનો જન્મ ૨૧ નવેમ્બર ૧૮૭૨ ના રોજ રાજસ્થાનના દેવપુરા ગામમાં થયો હતો. કેસરીસિંહે પ્રારંભિક શિક્ષણ ઉદયપુરમાં પૂર્ણ કર્યું. તેમણે બંગાળી, મરાઠી, ગુજરાતી વગેરે ભાષાઓ સાથે ઈતિહાસ, દર્શન, મનોવિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં અભ્યાસ કરી વિદ્ધતા પ્રાપ્ત કરી છે.
ઈટાલીના રાષ્ટ્રપિતા બૈજીનીને રાજકીય કેસરીસિંહના રાજકીય ગુરુ હતા. વીર સાવરકર જયારે લંડનમાં અભ્યાસ કરતાં હતા ત્યારે તેમણે મૅજીનીના જીવનગાથાનું પુસ્તક મરાઠી ભાષામાં લખ્યું હતું. આ પુસ્તક વીર સાવરકરે લોકમાન્ય તિલકને ગુપ્ત રીતે પહોચાડ્યું. કારણકે તે સમયે બૈજીનીના જીવનગાથા પરના પુસ્તક વેચાણ પર બ્રિટીશ સરકારે પ્રતિબંધ રાખ્યો હતો. કેસરીસિંહે ૧૯૧૦ માં આમેરમાં ‘વીર ભારત સભા’ ની સ્થાપના કરી. સ્વતંત્રતા આંદોલન દરમિયાન કેસરીસિંહની ધરપકડ કરવામાં આવી. લોકમાન્ય તિલકે અમૃતસરમાં આયોજિત રાજકીય અધિવેશનમાં કેસરીસિંહને જેલમાંથી મુક્ત કરાવવા પ્રસ્તાવ મૂક્યો.