🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
15 ડીસેમ્બર
📜15 ડિસેમ્બર , 1911માં બનારસ હિન્દુ યુનિવર્સિટી સોસાયટીની સ્થાપના કરવામાં આવી.
📜15 ડિસેમ્બર , 1953માં ભારતના એસ વિજયલક્ષ્મી પંડિતને સંયુક્ત મહાસભાના આઠમાં સત્રની પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
📜15 ડિસેમ્બર , 1991માં જાણીતા ફિલમ નિર્માતા સત્યજીત રેને સિનેમા જગતમાં તેમની ઉપલબ્ધી માટે સ્પેશિયલ ઓસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
📜15 ડિસેમ્બર , 2003માં ભૂટાન સરકારે તેમાં કાર્યરત ભારતીય અદગાવવાદી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.
📜15 ડિસેમ્બર , 1988ના રોજ ભારતીય મહિલા પહેલવાન ગીતા ફોગાટનો જન્મ થયો હતો.
📜15 ડિસેમ્બર , 1749માં છત્રપતિ શિવાજી મહારાજના પૌત્ર શાહુ મહારાજનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૦૩ – ઇટાલિયન અમેરિકન ખાદ્ય વિક્રેતા ઇટાલો માર્ચિઓનીને આઇસ્ક્રીમ કોન બનાવતા મશીનની શોધ માટે યુ.એસ. પેટન્ટ મળી.
-
૧૯૧૪ – જાપાનના ક્યૂશુમાં મિત્સુબિશી હોજો કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ૬૮૭ વ્યક્તિઓનાં મોત થયાં.
-
૧૯૩૯ – ગોન વિથ ધ વિન્ડ (સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ) નું પ્રીમિયર એટલાન્ટા, જ્યોર્જિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં લોવના ગ્રાન્ડ થિયેટરમાં યોજાયું.
-
૧૯૬૦ – નેપાળના રાજા મહેન્દ્રે દેશનું બંધારણ સ્થગિત કર્યું, સંસદ ભંગ કરી, મંત્રીમંડળને બરતરફ કર્યું અને સીધું શાસન લાદ્યું.
-
૧૯૭૦ – સોવિયેત અવકાશયાન વેનેરા–૭ સફળતાપૂર્વક શુક્ર પર ઉતર્યું. તે બીજા ગ્રહ પર પ્રથમ સફળ ઉતરાણ છે.
-
૧૯૮૯ – ફાંસીની સજા નાબૂદ કરવા સંબંધિત નાગરિક અને રાજકીય અધિકારો પરના આંતરરાષ્ટ્રીય કરારનો બીજો વૈકલ્પિક પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો.
-
૧૯૯૭ – તાજિકિસ્તાન એરલાઇન્સ ફ્લાઇટ ૩૧૮૩ સંયુક્ત આરબ અમીરાતના શારજાહ નજીક રણમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં ૮૫ના મોત થયા.
-
૨૦૦૦ – ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ત્રીજું રિએક્ટર બંધ કરવામાં આવ્યું.
-
૨૦૦૧ – પીઝાનો ઢળતો મિનારો સમારકામના ૧૧ વર્ષ પછી ફરી ખુલ્લો મૂકાયો. મિનારાના લાક્ષણિક ઝૂકાવને અસર કર્યા વિના તેને સ્થિર કરવા માટે ૨૭,૦૦૦,૦૦૦ ડોલર ખર્ચવામાં આવ્યા.
આજનો ખાસ દિન વિશેષ સરદાર વલ્લભભાઈ પટેલ મરણ તિથી
૧૫ ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલ
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ મુકામે સને ૧૮૭૫ના ઓકટોબરની ૩૧ મી તારીખે થયો હતો. પ્રાથમિક શિક્ષણ વતન કરમસદમાં લીધું. ૧૮ વર્ષની ઉંમરે એમના ઝવેરબાઈ સાથે લગ્ન થયા. લગ્નજીવન દરમ્યા ન મળીબેન અને ડાયાભાઈ નામે બે સંતાનો થયા.
વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો તેથી , તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યા હતાં જ્યારે ઈ.સ.૧૯૨૮ માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યા અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પૂરી દીધા હતાં , ત્યારથી ગાંધીજીએ તેમને ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું.
ઈ.સ.૧૯૩૦ માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં ઈ.સ. ૧૯૪૨ માં ગાંધીજીએ ‘ભારત છોડો આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રિટિશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રિટિશ સરકારે ગાંધીજી , જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પૂરી દીધા હતાં તેઓ પોતાના દેશ માટે ઘણી વખત . જેલમાં ગયાં હતાં . તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પરિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં.

ઈ.સ.૧૯૪૬ માં ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ લીધો અને ભારત સ્વતંત્ર થતા ઈ.સ.૧૯૪૭માં નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે જવાબદારી સંભાળી સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષ પદે દેશી રાજ્યો ની સમસ્યારના ઉકેલ માટે નવા રીયાસતી ખાતાની રચના થઈ.