🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
16 જાન્યુઆરી
📜1581: સંસદ યુકેમાં રોમન કૅથલિક કૅથલિકો વિરુદ્ધ કાયદો પસાર કર્યો.
📜1761: બ્રિટીશરોએ ફ્રેન્ચ કબજામાંથી પોંડિચેરીને પકડ્યો
📜1769: કલકત્તા (હવે કોલકાતા) ના અગિયારમાં ટ્રેનિંગ હોર્સ રેસિંગનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું.
📜1938: જાણીતા બંગાળી લેખક, શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અવસાન થયું.
📜1989: સોવિયેત સંઘે મંગળ માટે બે વર્ષના માનવ અભિયાન માટે તેની યોજના જાહેર કરી.
આજનો દિન વિશેષ મહાદેવ ગોવિંદ રાનડે
૧૬ જાન્યુઆરી | મહાદેવ ગોવિંદ રાનડે પ્રખર ન્યાયમૂર્તિ,સમાજસુધારક મહાદેવ ગોવિંદ રાનડેને જન્મ ૧૮ જાન્યુઆરી,૧૮૪૨ ના રોજ પુનામાં થયો હતો. પૂનામાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ૧ વર્ષની વયે અંગ્રેજી ભાષા શિક્ષણ મેળવવાનો પ્રારંભ કર્યો.સ્નાતક થયા બાદ કાયદા ક્ષેત્ર પસંદ કર્યું. પુનાની એલફિન્સ્ટન કૉલેજમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે નીમાયા અને ત્યારપછી મુંબઈ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણુંક થઈ હતી.
મહાદેવ ગોવિંદ રાનડેએ સમાજસુધારણા કાર્યોમાં આગળ આવી ભાગ લીધો હતો. પ્રાર્થનાસમાજ અને બ્રહ્મસમાજના સમાજસુધાર કાર્યોથી પ્રભાવિત થયા.તેમણે સ્ત્રીશિક્ષણનો પ્રચાર કર્યો. બાળવિવાહના કદૃરવિરોધી અને વિધવાવિવાહના તેઓ સમર્થક હતા. તેમણે ‘વિધવા વિવાહ મંડળ” ની સ્થાપના કરી હતી. ‘હિંદી રાષ્ટ્રીય મહાસભા’ ની સ્થાપનામાં તેઓ અગ્રણી હતા. તેમનો ‘મરાઠા સત્તાનો ઉદય’ ગ્રંથ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. તેમનું કાર્યક્ષેત્ર પૂના જ રહ્યું.