🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 ડીસેમ્બર
📜17 ડિસેમ્બર , 1903માં રાઇટ બંધુઓએ ધા લાયર નામનું વિમાન પહેલી વખત ઉડાવ્યું ‘ હતું 12 સેકંડની આ ઉડાનથી દુનિયામાં ક્રાંતિ આવી હતી.
📜17 ડિસેમ્બર , 1928માં લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા તેના પર લાઠી ચાર્જ કરનાર સાંડર્સની ભગત સિંહ રાજગુરૂ અને સુખદેવે હત્યા કરી હતી.
📜17 ડિસેમ્બર , 1993માં ભારતના દિગ્ગજ ક્રિકેટર લાલા અમરનાથે પોતાના ડેબ્યુટેસ્ટ ‘ મેચમાં 118 રનોની શાનદાર ઇનિંગ્સ પાર કરી હતી.
📜17 ડિસેમ્બર , 1556માં બાદશાહ અકબરના પ્રસિદ્ધ કવિ રહીમનો જન્મ થયો હતો.
📜17 ડિસેમ્બર , 1645માં મુઘલ સમ્રાટ જહાંગીરની પત્ની નૂરજહાંનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૩૯૮ – દિલ્હીમાં સુલતાન નસરુદ્દીન મહેમુદની સેનાઓને તૈમુરે હરાવી.
-
૧૮૯૨ – ગુજરાતી કેળવણીકાર, સુધારક અને સાહિત્યકાર મહીપતરામ રૂપરામ નીલકંઠની યાદમાં રાયપુર, અમદાવાદ ખાતે મહીપતરામ રૂપરામ આશ્રમ નામના અનાથાશ્રમની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૦૩ – રાઈટ બંધુઓ ઉત્તર કેરોલિનાના કિટ્ટી હોક ખાતે પ્રથમ હવાઈ ઉડાન ભરી.
-
૧૯૦૭ – ઉગેન વાંગચુકની ભૂતાનના પ્રથમ રાજા તરીકે તાજપોશી કરવામાં આવી.
-
૧૯૨૭ – ભારતીય ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીને નિર્ધારિત તારીખના બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશની ગોંડા જેલમાં ફાંસી આપવામાં આવી.
-
૧૯૨૮ – ભારતીય ક્રાંતિકારી ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજ્યગુરુએ પંજાબના લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી જેમ્સ સોન્ડર્સની હત્યા કરી લાલા લજપત રાયના મોતનો બદલો લીધો. ત્રણેયને ૧૯૩૧માં ફાંસીની સજા આપવામાં આવી હતી.
-
૧૯૩૮ – ઓટો હાને પરમાણુ ઊર્જાના વૈજ્ઞાનિક અને તકનીકી આધાર એવા ભારે તત્ત્વ યુરેનિયમના પરમાણુ વિભાજનની શોધ કરી.
-
૧૯૪૬ – કુર્દિસ્તાન ધ્વજ દિવસ, પૂર્વી કુર્દિસ્તાન (ઇરાન)ના મહાબાદમાં પહેલી વાર કુર્દિસ્તાનનો ધ્વજ લહેરાવામાં આવ્યો.
-
૧૯૫૭ – અમેરિકાએ ફ્લોરિડાના કેપ કેનાવરલ ખાતે પ્રથમ ‘એટલાસ આંતરમહાદ્વિપીય બેલિસ્ટિક મિસાઇલ’નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું.
-
૧૯૬૯ – પ્રોજેક્ટ બ્લુ બુક: અમેરિકન હવાઈદળે ઊડતી રકાબી (યુએફઓ)નો અભ્યાસ બંધ કર્યો.