🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
18 જાન્યુઆરી
📜18 જાન્યુઆરી , 1778માં હવાઇ દ્વીપસમૂહની શોધ કરનાર જેમ્સ કુક પહેલા યુરોપિયન બન્યા હતા.
📜18 જાન્યુઆરી , 1919માં શાનદાર ગાડિઓ બનાવતી બ્રિટીશ કંપની બૅટલે મોટર્સ લિમિટેડની સ્થાપના થઇ હતી.
📜18 જાન્યુઆરી , 1951માં જૂઠાણું પકડતી મશીનનો નેધરલેન્ડમાં પહેલી વખત ઉપયોગ કરાયો હતો.
📜18 જાન્યુઆરી , 1995માં yahoo.com / ડોમેઇન બનાવવામાં આવ્યું હતું.
📜18 જાન્યુઆરી , 2009માં બંગાળ ક્રિકેટ એસોસિએશનએ સૌરવ ગાંગૂલીને સોનાના બેટથી સન્માનિત કર્યા હતા.
📜18 જાન્યુઆરી , 1972માં ક્રિકેટર વિનોદા કામ્બલીનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૭૭૮ – જેમ્સ કૂક હવાઈ દ્વિપસમૂહ શોધનાર પ્રથમ જાણીતા યુરોપિયન બન્યા.
-
૧૯૭૨ – મુક્તિ વાહિનીના સભ્યોએ પાકિસ્તાન આર્મી સામે યુદ્ધ જીત્યાના એક મહિના બાદ નવા સ્વતંત્ર બાંગ્લાદેશની સરકારને શસ્ત્રો હેઠા મૂક્યા.
-
૧૯૯૩ – ‘માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસ’ અમેરિકાના તમામ ૫૦ રાજ્યોમાં પ્રથમ વખત સત્તાવાર રીતે ઉજવવામાં આવ્યો.
આજનો દિન વિશેષ હરિવંશરાય બચ્ચન
૧૮ જાન્યુઆરી હરિવંશરાય બચ્ચન હિંદી ભાષાના પ્રસિદ્ધ કવિ અને લેખક હરિવંશરાય બચ્ચનનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૦૭ ના રોજ ઉત્તરપ્રદેશનાં અલાહાબાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અલાહાબાદમાં પૂર્ણ કર્યું. અલાહાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં એમ.એ * અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પી.એચ.ડી પૂર્ણ કર્યું.
અલાહાબાદ યુનિવર્સિટી અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા. આકાશવાણીમાં સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે. ‘બચ્ચન ના કાવ્યોની વિલક્ષણતા તેમની લોકપ્રિયતા છે.તેઓ આત્મકેન્દ્રિત કવિ હતા. આજે પણ માત્ર હિંદી ભાષાના જ નહીં પરંતુ સર્વશ્રેષ્ઠ કવિઓમાં હરિવંશરાય બચ્ચનનું સ્થાન રહેલું છે.