🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 નવેમ્બર
📜19 નવેમ્બર , 1884માં રશિયાના સેંટ ( પીટર્સ બર્ગમાં આવેલા પૂરમાં 10 હજાર ‘ લોકોના મોત નીપજ્યા હતા.
📜19 નવેમ્બર , 1997માં કલ્પના ચાવલા અંતરિક્ષમાં જનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.
📜19 નવેમ્બર , 2000માં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની માતા નુસરલ ભુટ્ટોને પાકિસ્તાની અદાલતે 2 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
📜19 નવેમ્બર , 2008માં સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના પ્રમુખ મો.અલબરદઇને ઇંદિરા ગાંધી આંતર રાષ્ટ્રીય એવોર્ડ આપવાની જાહેરાત કરાઇ હતી.
📜19 નવેમ્બર , 1928માં વિશ્વ પ્રસિદ્ધ પહેલવાન અને હિન્દી ફિલ્મ અભિનેતા દારા સિંહનો જન્મ થયો હતો.
19 નવેમ્બર , 1980માં પ્રસિદ્ધ ‘ ઉપન્યાસકાર વાચસ્પતિ પાઠકનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૪૬ – અફઘાનિસ્તાન, આઈસલેન્ડ અને સ્વીડન સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
-
૧૯૬૯ – ફૂટબોલ ખેલાડી પેલેએ પોતાનો ૧,૦૦૦મો ગોલ ફટકાર્યો.
-
2002 – ઓસ્કાર વિજેતા અભિનેતા જેક કોબર્નનું લોસ એન્જલસમાં અવસાન.
-
2005 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે ભારતને ભૂકંપ પીડિતોના હિતમાં કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવાનું સૂચન કર્યું.
-
2006 – ભારતે પરમાણુ ઉર્જા અને યુરેનિયમ સપ્લાય માટે ઓસ્ટ્રેલિયાનું સમર્થન માંગ્યું.
આજનો ખાસ દિન વિશેષ ઇન્દિરા ગાંધી
૧૯ નવેમ્બર ઇન્દિરા ગાંધી ભારતના ચોથા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મ ૧૯નવેમ્બર,૧૯૧૭ ના રોજ એક પ્રતિષ્ઠિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા. સ્વાધીનતા સંગ્રામમાં તેમણે સક્રીયપણે ભાગ લીધો હતો. બાળપણમાં જ .ઈ.સ.૧૯૩૦ માં બાળ ચરખાસંઘની સ્થાપના કરવા ઉપરાંત અસહકાર ચળવળમાં કોંગ્રેસને મદદ કરવા ‘વાનર સેના’ ની રચના કરી હતી .ઈ.સ.૧૯૪૨ માં તેમને જેલની સજા થઇ હતી અને ઈ.સ.૧૯૪૭ માં ગાંધીના માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં રમખાણના અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કર્યું હતું
.ઈ.સ.૧૯૫૫ માં શ્રીમતી ગાંધી કોગ્રેસ કારોબારી સમિતિ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બન્યા હતા .ઈસ.૧૯૫૮ માં તેઓ કોંગ્રેસના મધ્યસ્થ સંસદિય બોર્ડના સભ્યપદે નિમણૂક પામ્યા હતા .ઈ.સ. ૧૯૫૬ માં તેઓ એ આઇ.સી.સીની રાષ્ટ્રીય.અખંડિતતા પરિષદના અધ્યક્ષ અને અખિલ ભારત યુવા કોંગ્રેસના પણ અધ્યક્ષ બની રહ્યા હતા .ઈ.સ.૧૯૫૯માં ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી એ પદ પર ઈ.સ.૧૯૬૦ સુધી સેવા આપી હતી તે પછી . ઈ.સ.૧૯૭૮ થી ફરી એ પદ પર સેવા આપી હતી.

ઈ.સ.૧૯૬૪ થી ઈ.સ.૧૯૬૬દરમિયાન તેમણે માહિતી અને પ્રસારણમંત્રી પદ સંભાળ્યું હતું ત્યાર બાદ જાન્યુઆરી ૧૯૬૬ થી માર્ચ ૧૯૭૭ દરમિયાન દેશનું સર્વોચ્ચ પદ એવુ પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું હતું તે દરમિયાન જ . સપ્ટેમ્બર, ૧૯૬૭ થી માર્ચ ૧૯૭૭ દરમિયાન પરમાણું ઉર્જામંત્રી પદ પણ સંભાળ્યું હતું. ૦૫ મી સપ્ટેમ્બર ૧૯૬૭ થી ૧૪ ફેબ્રુઆરી, ૧૯૬૯દરમિયાન તેમણે વિદેશ મંત્રાલયનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો જૂન ૧૯૭૦ થી નવેમ્બર ૧૯૭૩ દરમિયાન તેમણે અંતરિક્ષ મંત્રીપદ પણ સંભાળ્યું હતું જાન્યુઆરી ૧૯૮૦ થી તેમણે આયોજનપંચનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું .૧૪જાન્યુઆરી, ૧૯૮૦ થી તેમણે પ્રધાનમંત્રી પદ ફરીથી સંભાળ્યું હતું.
શ્રીમતી ઇન્દિરા ગાંધીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઇ હતી .ઈ.સ.૧૯૭૨ માં તેમને ભારત રત્ન તેમજ બાંગ્લાદેશની મુક્તિ બદલ મેક્સિકન એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા .ઈ.સ.૧૯૭૩ માં દ્વિતીય વાર્ષિક મેડલ એફ એ.ઓ તેમજ. ઈ.સ.૧૯૭૬ માં નાગરી પ્રચારિણી સભ્ય દ્વારા સાહિત્ય વાચસ્પતિ (હિન્દી)પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા ઈ.સ.૧૯૫૩ માં તેમને અમેરિકાના મધર્સ એવોર્ડ , રાજદ્વારી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ઇટાલીના ઇસાબેલા ડી એ તેમજ યુલે યુનિવર્સિટીના હોવલેન્ડ મેમોરિયલ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા એક ફેન્ચ , સંસ્થા દ્વારા થતાં રહેલા સર્વેક્ષણ મુજબ૧૯૬૭અને ૧૯૬૮ માં એમ સતત બે વર્ષ સુધી તેઓ ફ્રાન્સમાં સૌથી વધુ પ્રશંસાપાત્ર નારી તરીકે લોકપ્રિય રહ્યા હતા