🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 ફેબ્રુઆરી
♦️♦️1986માં ભારતમાં પહેલી વખત કમ્યુટરાઇઝડ રેલ્વે રિઝર્વેશન ટિકિટ રજૂ કરાઇ.
♦️♦️2003માં સંયુક્ત અરબ અમીરાતે દાઉદના ભાઇ ઇકબાલ શેખ અને તેના સહયોગી એઝાઝ પઠાણને ભારતને સોંપ્યા.
♦️♦️1473માં પ્રસિદ્ધ યૂરોપિયન ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ નિકોલસ કોપરનિકસનો જન્મ થયો.
♦️♦️1915માં સ્વતંત્રતા સેનાની ગોપાલકૃષ્ણ ગોખલેનું નિધન થયું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૭૮ – થૉમસ અલ્વા ઍડિસને ફોનોગ્રાફના પેટન્ટ અધિકારો મેળવ્યા.
-
૧૯૪૯ – એઝરા પાઉન્ડને કવિતામાં પ્રથમ બોલિન્જેન પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
-
૧૯૫૪ – ક્રિમિયાનું સ્થાનાંતરણ: સોવિયેત યુનિયનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોએ ક્રિમિયન ઓબ્લાસ્ટને રશિયન એસએફએસઆર (‘રુસી સોવિયેત સમાજવાદી સંઘાત્મક ગણરાજ્ય’)માંથી યુક્રેનિયન સોવિયેત સામ્યવાદી ગણરાજ્યમાં તબદીલ કરવાનો આદેશ આપ્યો.
-
૧૯૫૯ – યુનાઇટેડ કિંગડમે સાયપ્રસને સ્વતંત્રતા આપી, જેની ઔપચારિક જાહેરાત ૧૬ ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ કરવામાં આવી.
-
૧૯૮૫ – વિલિયમ જે. શ્રોએડર કૃત્રિમ હૃદય મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા.