🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 19 ઓગસ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1600 : અકબરે અહમદનગર પર કબ્જો મેળવ્યો.
📜1766 : છત્રપતિ શિવાજી ફળોની ટોપલીમાં છુપાઈને ઔરંગઝેબની નજરકેદમાંથી ભાગી છુટ્યા.
📜1757 : ઈષ્ટ ઇન્ડિયા કંપનીનો ૧ ₹ નો પ્રથમ સિક્કો કોલકાતાની ટંકશાળમાં બનાવાયો.
📜1919 : અફઘાનિસ્તાન આઝાદ થયું.
📜1976 : નાગાર્જુન સાગર યુનિવર્સિટીની આંધ્રપ્રદેશમાં સ્થાપના થઈ.
📜1992 : કે. આર. નારાયણ નવમાં ઉપરાષ્ટ્રપતિ બન્યાં.
📜2016 : રિયો ઓલમ્પિક માં પુસરલા વેંકટા સિંધુ (પીવી સિંધુ)એ બેડમીન્ટનમાં સિલ્વર મેડલ મેળવ્યો.
||આજનો જન્મ દિવસ |||
📜1887 : સ્વતંત્રસેનાની એસ. સત્યમુર્તિનો જન્મ થયો.
📜1903 : ગંગાધર દેવરામનો જન્મ થયો.
📜1916 : પુર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માનો જન્મ થયો.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માનો
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૧૮ નાં રોજ ભોપાલમાં થયો હતો. તેમના પિતા શ્રી ખુશીલાલ શર્મા વૈધ હતાં. શંકરદયાળ શર્માએ પ્રારંભિક શિક્ષણ સ્થાનિક શાળામાં મેળવ્યું હતું. એલ.એલ.બી, અંગ્રેજી સાહિત્ય,સંસ્કૃત અને હિન્દીમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ ઉચ્ચશિક્ષણ માટે ઈંગ્લેન્ડ ગયા. ત્યાં કાયદાનું શિક્ષણ અને પી.એચ.ડી ની ડિગ્રી મેળવી. શંકર દયા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે નોકરી કર્યા બાદ ભારત પરત ફર્યા અને લખનૌમાં અધ્યાપક તરીકે નોકરી કરી.
શંકરદયાળ શર્મા મધ્યપ્રદેશના પ્રથમ વ્યક્તિ છે કે જેઓએ પોતાની વિદ્ધતા, રાજનીતિક સૂઝબૂઝ, સમપર્ણ અને દેશપ્રેમના બળ પર ભારતના રાષ્ટ્રપતિ બન્યા.તેમણે ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો હતો. ૧૯૪૨ માં ભારત છોડો આંદોલનમાં જોડાયા.