♦️♦️2 માર્ચ, 2006માં ભારત અને અમેરિકા વચ્ચેનો ઐતિહાસિક પરમાણુ કરાર નવી દિલ્હીમાં સમાપ્ત થયો હતો.
♦️♦️2 માર્ચ, 1986માં ભારતીય તીરંદાજ ખેલાડી જયંત તાલુકદારનો જન્મ થયો હતો.
♦️♦️2 માર્ચ, 1949માં ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને ‘ભારત કોકિલા’ તરીકે જાણીતા સરોજિની નાયડુનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
1995 – ઇક્વાડોર અને પેરુ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે બંને દેશો વચ્ચે કરાર.
1997 – ચીને તેના સંરક્ષણ બજેટમાં 12 ટકાનો વધારો કર્યો.
1999 – કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ ટ્રીટી (CTBT) પર હસ્તાક્ષર કરવા માટે ભારત સાથે ગુપ્ત કરારના સમાચાર. અમેરિકા દ્વારા ઇનકાર.
2000 – ચિલીના ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર જનરલ ઓગસ્ટો પિનોચેટ, બ્રિટન દ્વારા મુક્ત થયા પછી ઘર છોડ્યું.
2002 – કૂલમ (ઓસ્ટ્રેલિયા)માં કોમનવેલ્થ સમિટ શરૂ થઈ, પાકિસ્તાનમાં ફરી જોડાવાનો ઈન્કાર, પેલેસ્ટાઈન ઈઝરાયેલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા.
2006 –
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરાર નવી દિલ્હીમાં પૂર્ણ થયો.
રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના દિલ્હીમાં આગમન બાદ ભારતે અમેરિકા સાથે પરમાણુ ઉર્જા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આજનો દિન વિશેષ સરોજિની નાયડુ
સુપ્રસિદ્ધ કવયિત્રી અને ભારત દેશના સર્વોતમ રાષ્ટ્રીય નેતાઓ પૈકીના એક સરોજિની નાયડુનો જન્મ ૧૩ ફેબ્રુઆરી,૧૮૭૯ માં હૈદરાબાદમાં થયો હતો. સરોજિની નાયડુને પોતાના માતાપિતા તે પાસેથી કાવ્ય રચનાની પ્રતિભા મળી હતી. બાળપણથી જ તીવ્ર બુદ્ધિના કારણે ૧૨ વર્ષની નાની ઉંમરમાં તેમણે ૧૨મા ધોરણની પરિક્ષા પાસ કરી અને ૧૩ વર્ષની ઉંમરે તેણે લેડી ઓફ ધી લેક નામની કવિતાની રચના કરી અને લગભગ ૨,૦૦૦ પંક્તિઓનું એક વિસ્તૃત નાટક લખીને તેમણે અંગ્રેજી ભાષા પર પોતાની યોગ્યતા સાબિત કરી. ઈ.સ. ૧૮૯૪ માં ઉચ્ચ શિક્ષણ મેળવવા તેઓ ઈંગ્લેન્ડ ગયા અને અભ્યાસ સાથે કવિતાઓ પણ લખતા.
સરોજિની નાયડુએ લંડનની કિંગ્સ કૉલેજ અને ત્યારબાદ કેમ્બ્રિજની ગર્ટન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. તેઓ લગભગ ૨૦ વર્ષ સુધી કવિતાઓ લખતા રહ્યા. ઈ.સ.૧૯૦૫ માં સરોજિની નાયડુનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ ગોલ્ડન બ્રૅશહોલ્ડ’ પ્રકાશિત થયો. જેને ખૂબ પ્રશંસા મળી. ત્યારબાદ ઈ.સ. ૧૯૧૨ માં ‘બર્ડ ઓફ ટાઈમ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. ઈ.સ.૧૯૨૪ માં સરોજિની નાયડુ મહાત્મા ગાંધીજીને મળ્યા. તે મુલાકાત પછી તેમનું જીવન બદલાઈ ગયું. તેમણે વિદ્યાર્થી અને યુવાનોની સભામાં પ્રવચન આપ્યા. તેમની રાજકીય સક્રિયતાને કારણે દેશની અસંખ્ય મહિલાઓનો આત્મવિશ્વાસ વધ્યો અને તેઓએ પણ સ્વતંત્રતા આંદોલન તેમજ સમાજના અન્ય ક્ષેત્રોમાં ભાગ લેવાનું શરૂ કર્યું.
સરોજિની નાયડુ નીડર અને સાહસિક હતા. ઈ.સ.૧૯૧૯ માં પંજાબમાં જલિયાંવાલા બાગમાં હત્યાકાંડથી નારાજ થઈને તેમને સામાજિક સેવા માટે આપવામાં આવેલ કેસર-એ-હિન્દનું બિરુદ પરત કર્યું હતું. આઝાદીની લડત માટે સરોજિની નાયડુએ અનેક અધિવેશનમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા મળ્યા બાદ સરોજિની નાયડુની ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી તે વિસ્તાર વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો વિસ્તાર હતો.
સરોજિની નાયડુને ખાસ કરીને રાષ્ટ્રીય નેતા અને નારી-મુક્તિના સમર્થક તરીકે યાદ કરવામાં આવે છે. સ્વદેશમાં તેમને ગાને વાલી ચીડિયા અને ઈંગ્લેન્ડમાં તેમને ભારત કોકિલા કહીને સન્માનિત કરવામાં આવ્યા.ભારત કોકિલા, રાષ્ટ્રીય નેતા અને નારી મુક્તિ આંદોલનન સમર્થક સરોજિની નાયડુ ૦૨ માર્ચ,૧૯૪૯ ન દિવસે સરોજિની નાયડુ મૃત્યુ પામ્યા.