🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 21 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1955 : ગુજરાતી ભાષાનાં કવી અને લેખક આર. વી. પાઠકનું અવસાન થયુ.
📜1959 : હવાઈ અમેરિકાનું ૫૦મું રાજ્ય બન્યુ.
📜1968 : રશિયાએ ૫ વર્ષ બાદ ફરી વખત દેશમાં ‘વોઇસ ઓફ અમેરિકા’ નું રેડીઓ પ્રસારણ બંધ કર્યું.
📜1972 : ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદો અસ્તિત્વમાં આવ્યો.
||આજનાં દિવસે થયેલા અવસાન |||
📜1988 : ભારત-નેપાળ સરહદે આવેલા ભૂકંપમાં લગભગ ૧૦૦૦નાં મોત થયા.
📜1978 : ક્રિકેટર વિનુ માંકડનું અવસાન થયુ.
📜1981 : દત્તાત્રેય બાલક્રિષ્ના કાલેલકર “કાકા કાલેલકર” નું અવસાન થયુ.
📜2006 : પ્રસિધ્ધ શહેનાઈ વાદક ઉસ્તાદ બિસ્મીલ્લાહ ખાનું નિધન થયુ.
આજનાં દિવસનાં વ્યક્તિ વિશેષ
કાકા સાહેબ કાલેલકર(સવાઈ ગુજરાતી )
ભારતના પ્રસિદ્ધ ગાંધીવાદી સ્વતંત્ર સેનાની, શિક્ષણવિદ, પત્રકાર અને લેખક બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ ૧ ડિસેમ્બર ૧૮૮૫ નાં રોજ સતારા (મહારાષ્ટ્ર) માં થયો હતો. તેમનું પૂરું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં શિક્ષણ મેળવ્યા બાદ ૧૯૯૮ માં બેલગામમાં શિક્ષક છે . તરીકે નોકરી કરી.
કાકા કાલેલકરને પિતાની સાથે વિવિધ સ્થળો જોવા મળ્યા. આ કારણે તેમનો પ્રવાસપ્રેમ અન વધ્યો.તેમણે હિમાલયનો લગભગ ૫૦૦ કિમીનો પ્રવાસ કર્યો. ખગૌળવિદ્યા, તારાદર્શનના તેઓ અભ્યાસુ હતાં. ‘ જીવનનો આનંદ’ , હિમાલયનો પ્રવાસ’, ‘રખડવાનો આનંદ’, “જીવન સંસ્કૃતિ’ , ‘સ્મરણ ચાત્રા વગેરે અનેક ગ્રંથો કાકાસાહેબ કાલેલકરે આપણને આપ્યા.
હૈદરાબાદમાં શિક્ષણ મેળવ્યા બાદ શિક્ષક તરીકે તેઓ શાંતિનિકેતન પહોંચ્યા.૧૯૧૫ માં શાંતિનિકેતનમાં કાકાસાહેબની મુલાકાત મહાત્મા ગાંધીજી સાથે થઈ. ૧૯૨૮ થી ૧૯૩૫ દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રહ્યા. ૧૯૩૫ માં કાકાસાહેબ મહામાં ગાંધીજી સાથે સાબરમતીથી વર્ધા ગયા અને હિન્દી પ્રચારમાં જોડાઈ ગયા.મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં જેટલા પણ આંદોલન થયાં એ તમામ આંદોલનમાં કાકાસાહેબે ભાગ લીધો. કાકાસાહેબ જતો મહારાષ્ટ્રી હોવા છતાં પરભાષા ગુજરાતીના પ્રસિદ્ધ લેખક ગણાય છે. તેમણે ગુજરાતી.મરાઠી,હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયો પર 30 થી વધુ પુસ્તકો લખ્યા છે.’