🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 21 સપ્ટેમ્બર
ઈતિહાસમાં આજનો દિવસ
📜21 સપ્ટેમ્બર , 1857માં બહાદુર શાહ દ્વિતીયએ અંગ્રેજો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
📜21 સપ્ટેમ્બર , 1966માં પ્રખ્યાત ભારતીય તરણવીર મિહિર સેને બાસ્ફોરસની ખાડીને , પાર કરી અને બીજો રેકોર્ડ હાંસલ કર્યો.
📜21 સપ્ટેમ્બર , 1999માં મધ્ય તાઇવાનમાં ચી – ચી ભૂકંપના કારણે 2400 લોકોના મોત નીપજ્યા હતા.
📜21 સપ્ટેમ્બર , 2013માં નૈરોબીના તો વિસ્ટગેટ શોપિંગ મૉલમાં આતંકી સંગઠન અલ – શબાબના હુમલામાં 67 લોકોના મોત થયું.
📜21 સપ્ટેમ્બર , 1895માં હિન્દી સિનેમાની . જાણીતી અભિનેત્રી અઝરાનો જન્મ થયો હતો
📜21 સપ્ટેમ્બર , 1743માં આમેરના વીર અને કૂટનીતિજ્ઞ રાજા સવાઈ જયસિંહનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
1784 – અમેરિકાનું પ્રથમ દૈનિક અખબાર (પેન્સિલવેનિયા પેકેટ અને જનરલ એડવર્ટાઈઝર) છપાયું.
-
૧૯૬૫ – માલ્ટાએ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવી.
-
૧૯૬૫ – ગામ્બિયા, માલદીવ્સ અને સિંગાપુરને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે દાખલ કરવામાં આવ્યા.
-
૧૭૯૧ – બહેરીન, ભૂતાન અને કતાર સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
-
૧૯૭૬ – સેશેલ્સ સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
-
૧૯૮૧ – બેલિઝ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રત થયું.
-
૧૯૮૪ – બ્રુનેઈ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું.
-
૧૯૯૧ – આર્મેનિયાએ સોવિયેત યુનિયનથી સ્વતંત્રતા મેળવી.
આજનો ખાસ દિન વિશેષ આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ દિવસ
આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ દિવસ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 1981માં જાહેર કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 1982ની 21 સપ્ટેમ્બરના રોજ પ્રથમવાર તેની ઉજવણી કરવામાં આવી. 1982થી દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની
આતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવાનું નિશ્ચિત થયું પરંતુ 2002માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા બાદ તેની દર 21 સપ્ટેમ્બરે તેની ઉજવણી થાય છે.21 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક યુદ્ધવિરામ દિવસ તરીકે પણ ઉજવાય છે. આજના દિવસે વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ ચાલતું હોય ત્યાં નિઃશસ્ત્રીકરણની અપેક્ષા રાખવામાં આવે છે. આ દિવસે યુદ્ધવિરામ રાખવાનો આશય યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નિર્દોષોને મદદ પહોંચાડવાનો પણ છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરીકામાં દર વર્ષે શસ્ત્રો પાછળ અબજો ડોલરનો ખર્ચો થાય છે. જ્યારે 11 બિલિયન ડોલર આરોગ્ય પાછળ અને 3 બિલિયન ડોલર જ શિક્ષણ પાછળ ખર્ચાય છે. આમ, આ દિવસની ઉજવણી પાછળનો એક આશય એ પણ છે કે જો દુનિયાના દરેક દેશ શાંતિ માટે પ્રયત્નો કરે તો આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્વની ચીજો પાછળ વધુ નાણાં ફાળવી શકાય.