🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
22 મે
♦️૧૮૨૬ – ચાર્લસ ડાર્વિનને લઇને બિગલ જહાજ તેની પ્રથમ સફરે નિકળ્યું.
♦️૧૮૯૭ – થેમ્સ નદીની નીચે બંધાયેલ ‘બ્લેકવૉલ ટનલ’ અધિકૃત રીતે ખુલ્લી મુકાઇ.
♦️૧૯૦૬ – રાઇટ બંધુઓ ને,”ફ્લાઇંગ મશીન” તરીકે ઓળખાયેલા તેમના વિમાન માટે,અમેરિકન પેટન્ટ નં:૮૨૧,૩૯૩ ફાળવવામાં આવ્યા.
♦️૧૯૭૨ – ‘સિલોને’ નવું બંધારણ ધારણ કર્યું, તે હવે ગણરાજ્ય બન્યું અને નામ ફેરવી શ્રીલંકા બન્યું, તથા રાષ્ટ્રમંડળનાં દેશોનું સભ્ય બન્યું.
♦️૧૯૯૦ – માઇક્રોસોફ્ટ દ્વારા ‘વિન્ડોઝ ૩.૦’ ‘ઓપરેટીંગ સિસ્ટમ’ મુકવામાં આવી.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૮૨૬ – ચાર્લસ ડાર્વિન (Charles Darwin)ને લઇને બિગલ જહાજ તેની પ્રથમ સફરે નીકળ્યું.
-
૧૮૪૯ – ભાવિ યુ.એસ. પ્રમુખ અબ્રાહમ લિંકનને હોડીઓ ઉચકવાની શોધ માટે પેટન્ટ જારી કરવામાં આવ્યું, તેઓ પેટન્ટ ધરાવતા એકમાત્ર યુ.એસ. પ્રમુખ છે.
-
૧૮૯૭ – થેમ્સ નદી (River Thames)ની નીચે બંધાયેલ ‘બ્લેકવૉલ ટનલ’ (Blackwall Tunnel) અધિકૃત રીતે ખુલ્લી મુકાઇ.
-
૧૯૦૬ – રાઇટ બંધુઓ (Wright brothers)ને “ફ્લાઇંગ મશીન” તરીકે ઓળખાયેલા તેમના વિમાન માટે અમેરિકન પેટન્ટ નં:૮૨૧,૩૯૩ ફાળવવામાં આવ્યો.
-
૧૯૫૭ – દક્ષિણ આફ્રિકાની સરકારે યુનિવર્સિટીઓમાં વંશીય અલગાવને મંજૂરી આપી.
-
૧૯૭૨ – ‘સિલોને’ નવું બંધારણ ધારણ કર્યું, તે હવે ગણરાજ્ય બન્યું અને નામ ફેરવી શ્રીલંકા બન્યું, તથા રાષ્ટ્રમંડળનાં દેશોનું (Commonwealth of Nations) સભ્ય બન્યું.
-
૧૯૯૦ – માઇક્રોસોફ્ટ (Microsoft) દ્વારા ‘વિન્ડોઝ ૩.૦’ (Windows 3.0) ‘ઓપરેટીંગ સિસ્ટમ’ (Operating system)મુકવામાં આવી.
-
૧૯૯૦ – ઉત્તર અને દક્ષિણ યમન એકીકૃત થઈ યમન ગણરાજ્ય બન્યા.
-
૨૦૧૦ – એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ ૭૩૭ ભારતના મેંગલોર ખાતે ઉતરતા જ એક ખડક પર ક્રેશ થયું હતું, જેમાં વિમાનમાં સવાર ૧૬૬માંથી ૧૫૮ લોકો માર્યા ગયા હતા, જે લાયન એર ફ્લાઇટ ૬૧૦ના ક્રેશ સુધી બોઇંગ ૭૩૭ સાથે સંકળાયેલો સૌથી ઘાતક અકસ્માત બની ગયો હતો.
-
૨૦૧૫ – રિપબ્લિક ઓફ આયર્લેન્ડ જાહેર જનમત સંગ્રહ દ્વારા સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બન્યું.