🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 22 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1818 : ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિન્ગનું અવસાન થયુ.
📜1915 : બંગાળી એક્ટર શંભુ મિશ્રાનો જન્મ થયો.
📜1919 : આધુનિક હિન્દી ભાષાનાં કવિ ગિરિજા કુમાર માથુરનો જન્મ થયો.
📜1942 : જમ્મુ અને કશ્મીરનાં પુર્વ વડાપ્રધાન હરિક્રિષ્ના કૌલ (રાજા પંડિત) નું અવસાન થયુ.
📜1984 : આર વેંકટ રમન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ થયાં.
હરિશંકર પરસાઈ વ્યક્તિ વિશેષ
હિન્દી ભાષાના વિખ્યાત લેખક હરિશાંકર પરસાઈનો જન્મ ૨૨ ઓગસ્ટ ૧૯રર નાં રોજ હોરાંગાબાદ જિલ્લાના જમાની ગામમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ નાગપુરમાં પૂર્ણ કર્યા બાદ નાગપુર યુનિવર્સિટીમાં સ્નાતકની ડિગ્રી મેળવી.જબલપુરની સાહિત્યિક પત્રિકા “વસુધા’ પ્રકાશિત કરી. ૧૯૫૭ માં નોકરી છોડી સ્વતંત્ર લેખનની શરૂઆત કરી. દેશબંધુ સમાચારપત્રમાં હરિશંકર પરસાઈ પ્રશ્નોનોની કોલમમાં ઉત્તર આપતાં એ કોલમનું નામ ‘પૂછો પ્રશ્ન પરસાઈ હતું.
હરિશંકર પરસાઈની પ્રથમ રચના ‘સ્વર્ગથી નરક જ્યાં સુધી’ જે ૧૯૪૮ માં પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં તેમણે અંધશ્રદ્ધા વિશે લેખન કર્યું હતું. હરિશંકર પરસાઈ કાલમાર્કસથી પ્રભાવિત હતાં. પરસાઈની મુખ્ય રચનામાં ‘સદગુણ તાવીજ’ પ્રસિદ્ધ રચનાઓમાં એક છે હરિરાંકર પરસાઈની ભાષામાં વ્યંગ્ય મુખ્ય હતું.લોકપ્રચલિત હિન્દી ભાષાની સાથોસાથ ઉર્દૂ. અંગ્રેજી, શબ્દોનો લેખનમાં પ્રયોગ કરતાં હતાં. હરિશંકર પરસાઈને ‘વિકલાંગ શ્રદ્ધા તરફરચના માટે સાહિત્ય એકેડેમી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત મધ્યપ્રદેશ સરકાર દ્વારા ‘શિક્ષણ સમ્માન’ થી સમાનિત કરવામાં આવ્યા.વ્યંગ લેખક હરિશંકર પરસાઈનું નિધન ૧૦ ઓગસ્ટ ૧૯૯૫ નાં રોજ થયું હતું.