🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
23 માર્ચ
♦️♦️1351:- ફિરોઝ શાહ તગલખ દિલ્લીનો સુલ્તાન બન્યો.
♦️♦️1854 :- ભારતમાં પ્રથમ વીજળી લાઈન નાખવા આવી.
♦️♦️1931 :- ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી.
♦️♦️૧૯૫૬ – પાકિસ્તાન, દુનિયા નું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાન નો ગણતંત્ર દિવસ)
મહત્વની ઘટનાઓ
-
૧૮૮૯ – મિર્ઝા ગુલામ અહમદે બ્રિટિશ ભારતના કાદિયાનમાં અહમદિયા મુસ્લિમ સમુદાયની સ્થાપના કરી.
-
૧૯૦૩ – રાઇટ બંધુઓએ તેમનાં એરોપ્લેનની શોધના હકની સનદ (patent) માટે અરજી દાખલ કરી.
-
૧૯૧૯ – મિલાન, ઇટાલીમાં, બેનિટો મુસોલિનિએ ફાસિસ્ટ રાજકીય ચળવળ શરૂ કરી.
-
૧૯૩૧ – ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સની હત્યા માટે ફાંસી આપવામાં આવી.
-
૧૯૩૩ – એડોલ્ફ હિટલરને જર્મનીનો સરમુખત્યાર બનાવતો ‘૧૯૩૩ નો સમર્થનકારી કાયદો’ પસાર થયો.
-
૧૯૫૬ – પાકિસ્તાન દુનિયાનું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાનનો ગણતંત્ર દિવસ)
-
૧૯૯૬ – તાઇવાન તેની પ્રથમ સીધી ચૂંટણીઓ યોજે છે અને રાષ્ટ્રપતિ તરીકે લી તેંગ-હુઇની પસંદગી કરે છે.
-
૨૦૦૮ – ભારતના હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
-
૨૦૧૯ – કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનાનું નામ બદલીને નૂર-સુલતાન કરવામાં આવ્યું.
-
૨૦૨૦ – વડા પ્રધાન બોરિસ જ્હોનસને કોવિડ-૧૯ની પરિસ્થિતિને પહોંચી વળવા યુનાઇટેડ કિંગડમમાં રાષ્ટ્રીય લોકડાઉનમાં જાહેર કર્યું.