🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
24 નવેમ્બર
📜24 નવેમ્બર , 1877માં ડેપ્યુટી કમિશનર બનનારા પ્રથમ હિન્દુસ્તાની કવાસાજી જમસેજી પાટીગરાનો જન્મ થયો.
📜24 નવેમ્બર 1955 ક્રિકેટના સૌથી પ્રખ્યાત ઓલરાઉન્ડરોમાંના એક શુમાર ઇયાના બોથમનો જન્મ થયો.
📜24 નવેમ્બર , 1963 અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જહોન એફ કેનેડીની હત્યારા ‘ લી હાર્વે ઓસ્વાલ્ડની આ દિવસે હત્યા ! કરવામાં આવી હતી.
📜24 નવેમ્બર 1989 : ચેકોસ્લોવાકિયામાં એક નવો યુગ શરૂ થયો જ્યારે તત્કાલીન સામ્યવાદી પાર્ટીના સમગ્ર નેતૃત્વએ સામૂહિક તરીકે રાજીનામું આપ્યું હતું.
📜24 નવેમ્બર , 2003 : હિન્દી ફિલ્મોમાં કોમેડી કરનાર ઉમા દેવી ખત્રીનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
1759 – ઇટાલીમાં માઉન્ટ વેસુવિયસ ખાતે જ્વાળામુખી ફાટી નીકળ્યો.
1859 – ચાર્લ્સ ડાર્વિનનું ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ’નું પ્રકાશન.
1963 – ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જ્હોન એફ. કેનેડીના હત્યારા લી હાર્વે ઓસ્વાલ્ડની હત્યા કરવામાં આવી.
1871 – નેશનલ રાઇફલ એસોસિએશન (NYC) ની રચના.
1926 – પ્રસિદ્ધ ફિલસૂફ શ્રી અરબિંદો સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
1986 – તમિલનાડુ વિધાનસભામાં પ્રથમ વખત, ધારાસભ્યોને એક જ સમયે ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
1988 – લોકસભા સાંસદ લાલદુહોમાને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ પ્રથમ વખત ગેરલાયક ઠેરવવામાં આવ્યા.
1992 – ચીનનું ડોમેસ્ટિક પ્લેન ક્રેશ થયું, 141 લોકો માર્યા ગયા.
આજનો ખાસ દિન વિશેષ ગુરૂ તેગબહાદુરજી
ગુરૂ તેગબહાદુરજી શીખોના નવમા ગુરૂ છે.તેગબહાદુરસિંહનો જન્મ ૧૮ એપ્રિલ,૧૬૨૧ ના રોજ અમૃતસરમાં થયો હતો. ઔરંગજેબના સામ્રાજ્ય વખતની વાત છે. તેના દરબારની અંદર એક પંડિત હતો. તે પંડિત ગીતાનાં શ્લોક સંભળાવતો તેનો અર્થ સંભળાવતો અમુક શ્લોક છોડી દેતો હતો. એક દિવસ તે પંડિત બિમાર થઈ ગયો અને તેણે પોતાના પુત્રને ગીતાના શ્લોક સંભળાવવા માટે ત્યાં મોકલી દિધો પરંતુ તેને તે કહેવાનું ભુલી ગયો કે કયા શ્લોકનો અર્થ ત્યાં નથી કહેવાનો તેણે ત્યાં જઈને ઔરંગજેબને આખી ગીતાનો અર્થ સંભળાવી દિધો તેથી ઔરંગજેબને વિશ્વાસ આવી ગયો કે દરેક ધર્મ પોતાની રીતે એક મહાન ધર્મ છે.
પરંતુ ઔરંગજેબ પોતાના ધર્મ સિવાય અન્ય કોઈ પણ . ધર્મના વખાણ નહોતો સાંભળી શકતો તેથી તેણે પોતાના સલાહકારોને સલાહ આપી કે બધાને ઈસ્લામ ધર્મ ધારણ કરાવી દો. ઔરંગજેબે બધાને ઈસ્લામ ધર્મ અપનાવવા માટેનું કાર્ય તેના થોડાક માણસોને સોંપી દિધું તેણે કહ્યું કે બધાને જણાવી દો કે ઈસ્લામ ધર્મ ધારણ કરે કે પછી મોતને વહાલુ કરે. જ્યારે . .આ પ્રકારની જબરાજસ્તી શરૂ થઈ ગઈ તો અન્ય ધર્મના લોકોનું જીવવું હરામ થઈ ગયું આ ઝુલ્મના શિકાર કાશ્મીરના પંડિતો ગુરૂ તેગબહાદુરની પાસે આવ્યાં અને તેમને જણાવ્યું કે કેવી રીતે ઈસ્લામ ધર્મ સ્વીકારવા માટે તેમની પર દબાણ કરાઈ રહ્યું છે. અમને ખુબ જ ખરાબ રીતે મારે છે કૃપા કરીને અમારા ધર્મને બચાવો. જે વખતે આ લોકો તેમની .
યાતના સંભળાવી રહ્યાં હતાં તે વખતે તેગબહાદુરનો9 વર્ષનો પુત્ર ત્યાં આવ્યો અને પુછ્યું કે પિતાજી આ બધા ઉદાસ કેમ છે !? અને તમે આટલી બધી ગંભીરતાથી શું વિચારી રહ્યાં છો ગુરૂ તેગબહાદુરે કાશ્મીરના પંડિતોની સઘળી સમસ્યાઓ જણાવી તો બાલા પ્રીતમે કહ્યુ કે આનો ઉપાય કઈ રીતે થશે? ગુરૂ સાહેબે જણાવ્યુ કે આના માટે બલીદાન આપવુ પડશે તો બાલા પ્રિતમે . કહ્યુ કે તમારા કરતાં મહાન પુરુષ મારી નજરમાં કોઈ નથી, જેના માટે ભલે તમારે બલિદાન આપવું પડે પરંતુ આપ તેમના ધર્મની રક્ષા કરો.
તેની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકોએ પૂછ્યુ કે જો તમારા પિતાજી બલિદાન આપશે તો આપ અનાથ થઈ જશો અને આપની માતા વિધવા થઈ જશે તો બાળકે જવાબ આપ્યો . કે જો મારા એકલાના અનાથ થવાથી લાખો બાળકો અનાથ થતા, અને લાખો સ્ત્રીઓ વિધવા થતી બચી જશે તો મને તે સ્વીકાર્ય છે.
– ત્યારબાદ ગુરૂ તેગબહાદુરે પંડિતોને જણાવ્યું કે જઈને ઔરંગજેબને જણાવી દો કે જો ગુરૂ તેગબહાદુર ઈસ્લામ ધર્મને ધારણ કરી લેશે તો અમે પણ કરી લઈશુ, અને તમે તેમને ઈસ્લામ ધર્મ ધારણ નહી કરાવી શકો તો તમે અમને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ ધારણ નહી કરાવી શકો.
ઓરંગજેબે આ વાતનો સ્વીકાર કર્યો . ગુરુ તેગબહાદુર સામે ચાલીને દિલ્હીમાં ઔરંગજેબના દરબારમાં ગયા. ઓરેંગજેબે તેમને અનેક પ્રકારની લાલચો આપી તેમના બે શીષ્યોને મારીને તેમને ભયભીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ ઓરેંગજેબ નાં પ્રયત્નો સાર્થક થયો નહી. અંતે ઓરેંગજેબે દિલ્હીના ચાંદની ચોક પર ગુરૂ તેગ બહાદુરનું શીશ કાપી દેવાનો હુકમ આપી દિધો અને ગુરૂ સાહેબે હસતાં હસતાં તેમનું શીશ કપાવીને બલિદાન આપી દિધુ.હિન્દુસ્તાન અને હિંદુ ધર્મની રક્ષા કરતાં શહીદ થયેલ ગુરૂ તેગબહાદુરજીને પ્રેમથી હિંદની ચાદર ગુરુ તેગબહાદુરજી કહેવામાં આવે છે.