🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
24 ફેબ્રુઆરી
♦️♦️1822માં વિશ્વના પહેલા સ્વામી નારાયણ મંદિરનું અમદાવાદમાં ઉદ્દઘાટન કરાયું હતું.
♦️♦️2003માં ચીનના જિજિયાંગ પ્રાન્તમાં આવેલા ભૂકંપમાં 257 લોકોના મોત થયા હતા.
♦️♦️2015માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા કિસ્ટોન એક્સએલ પ્રોજેક્ટનું સમર્થન કર્યું હતું.
♦️♦️1939માં હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા અને નિર્માતા નિર્દેશક જોય મુખર્જીનો જન્મ થયો હતો. IY 2018માં અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૩૯ – કરનાલનું યુદ્ધ : ઈરાનના શાસક નાદર શાહની સેનાએ ભારતના મોગલ બાદશાહ મુહમ્મદ શાહની સેનાને હરાવી.
-
૧૮૨૨ – વિશ્વના પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું કાલુપુર, અમદાવાદ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
-
૧૯૨૦ – એડોલ્ફ હિટલરે જર્મનીના મ્યુનિચમાં નાઝી પક્ષની સ્થાપના કરી.
-
૧૯૭૧ – ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે તેના અધ્યક્ષ હેમંતકુમાર બોઝની ત્રણ દિવસ પહેલાં જ થયેલી હત્યા બાદ કેન્દ્રીય સમિતિની તાકીદની બેઠક યોજી નવા અધ્યક્ષ તરીકે પી.કે.મુકૈયા થેવરની નિમણૂક કરી.
-
૧૯૯૧ – ખાડી યુદ્ધ: જમીની દળો સાઉદી અરેબિયાની સરહદ પાર કરીને ઇરાકમાં પ્રવેશતાં યુદ્ધના ભૂમિગત તબક્કાની શરૂઆત થઈ.
-
૨૦૦૮ – ફિડલ કાસ્ટ્રો ૩૨ વર્ષના લાંબા કાર્યકાળ બાદ ક્યુબાના પ્રમુખ પદેથી નિવૃત્ત થયા.
-
૨૦૧૦ – ભારતના સચિન તેંડુલકર એકદિવસીય (વન ડે) ક્રિકેટમાં સૌ પ્રથમ બેવડી સદી ફટકારનાર રમતવીર બન્યા.