📜26 ડિસેમ્બર , 1530માં મુઘલ સમ્રાટ બાબરનું અવસાન થયું હતું
મહત્વની ઘટનાઓ
1748 – ફ્રાન્સ અને ઑસ્ટ્રિયા વચ્ચે સધર્ન હોલેન્ડ પર કરાર થયો.
1904 – દિલ્હી અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ ક્રોસ કન્ટ્રી મોટરકાર રેલીનું ઉદ્ઘાટન.
1925 – તુર્કીમાં ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું.
1925-ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના.
1977 – સોવિયેત સંઘે પૂર્વીય કઝાક ક્ષેત્રમાં પરમાણુ પરીક્ષણો કર્યા.
1978 – ઈન્દિરા ગાંધી, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન, જેલમાંથી મુક્ત થયા.
2004 – રિક્ટર સ્કેલ પર 9.3 માપવાના ધરતીકંપને કારણે સુનામીએ શ્રીલંકા, ભારત, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા, માલદીવ અને આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો. બે લાખ ત્રીસ હજાર લોકો મૃત્યુ પામ્યા.
2006 – શેન વોર્ને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો.
આજનો ખાસ દિન વિશેષ યશપાલ
૨૬ ડિસેમ્બર | યશપાલ હિન્દી સાહિત્યના શ્રેષ્ઠ સાહિત્યકાર યશપાલનો જન્મ ૦૩ ડિસેમ્બર, ૧૯૦૩ ના રોજ પંજાબના ફિરોઝપુરમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ કાંગડી ગુરુકુળમાં પૂર્ણ કર્યું. ત્યારબાદ લાહોરના નેશનલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં તેઓ ભગતસિંહ અને સુખદેવના સંપર્કમાં આવ્યા. ઈ.સ. ૧૯૨૧ થી તેઓ ક્રાંતિકારી આંદોલનમાં ભાગ લેવા લાગ્યા. ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપાડતાં તેમણે પરદેશી કાપડની હોળી કરી. તેઓ હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન આર્મીના વડા બન્યાં. લાહોરમાં બોમ્બ બનાવવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી. ચૌદ વર્ષની તેમને સજા આપવામાં આવી. ચૌદ વર્ષ બાદ તેઓ જેલમાંથી તેઓ સાહિત્યક્ષેત્રે સમય આપવા લાગ્યા.
યશપાલ શરૂઆતમાં એક વાર્તાકાર તરીકે તેઓ હિન્દી જગતમાં સ્થાન મેળવ્યું. ‘રામરાજ્ય ની કથા’, ‘દેશદ્રોહી’, ‘જૂઠા સચ’, ‘દિવ્યા’ જેવાં અસંખ્ય પુસ્તકો દ્વારા એમણે હિન્દી સાહિત્યને સમૃધ્ધ બનાવ્યું.તેઓ માર્ક્સવાદી વિચારસરણી ધરાવતા હતા. સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપવા બદલ વર્ષ ૧૯૫૫ માં ડેવ પુરસ્કાર, વર્ષ ૧૯૭૦ માં સોવિયેત લેન્ડ નહેરુ પુરસ્કાર તથા ભારત સરકારે પદ્મભૂષણ પુરસ્કાર આપી સમાનિત કર્યા છે. ૨૬ ડિસેમ્બર, ૧૯૭૬ ના રોજ તેમનું દેહાવસાન થયું.