🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 26 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1303 : અલ્લાઉદિન ખીલજીએ ચિત્તોડગઢ કિલ્લા પર કબ્જો કાર્યો.
📜1852 : બૉમ્બે એસોસીયેશનની સ્થાપના થઈ.
📜1909 : પ્રખ્યાત ઇતિહાસકાર ડૉ. ગોપીચંદ્રનો જન્મ થયો.
📜1910 : દયાની મુર્તી મધર ટેરેસાનો જન્મ થયો.
📜1920 : અમેરિકામાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
📜1927 : બીજુ રેડીઓ કેન્દ્ર કલકત્તામાં શરુ થયુ.
📜1947 : ભોપાલનાં નવાબે ભોપાલ સ્ટેટને ભારતીય સંઘ સાથે જોડાવાની જાહેરાત કરી.
📜1957 : રશિયાએ આંતરરાષ્ટ્રીય બેલ્સટીક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૩૦૩ – અલાઉદ્દિન ખિલજીએ ચિત્તોડગઢનો કબ્જો કર્યો.
-
૧૮૫૮ – તાર (ટેલિગ્રાફ) દ્વારા પ્રથમ સમાચાર મોકલાયા.
-
૧૮૮૩ – ‘ક્રકતોવ’નો જવાળામુખી વિસ્ફોટ થયો.
-
2020: ફોર્બ્સની યાદી અનુસાર, Amazon CEO જેફ બેઝોસ $200 બિલિયનથી વધુ કમાનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
-
1996: દક્ષિણ કોરિયામાં 1979ના લશ્કરી બળવા બદલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચુન ડૂ વાનને મૃત્યુદંડની સજા અને તેમના અનુગામી પ્રો. તાઈ વૂને સાડા 22 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.
-
1994: લોન ટેનિસ ખેલાડી રમેશ કૃષ્ણન અને મધ્યમ અંતરના દોડવીર બહાદુર પ્રસાદને કે. કે. બિરલા ફાઉન્ડેશન એવોર્ડની જાહેરાત.
-
1972: મ્યુનિક, જર્મનીમાં 20મી ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ.
-
1944: બીજા વિશ્વયુદ્ધ – ચાર્લ્સ ગૉલ પેરિસમાં પ્રવેશ્યા.
-
1883: ઇન્ડોનેશિયાના હાલના ટાપુ પર ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટી નીકળ્યો, 136 ગામોનો નાશ થયો અને 36,000 લોકો માર્યા ગયા.
-
1791: જ્હોન ફિચને સ્ટીમબોટ માટે યુએસ પેટન્ટ આપવામાં આવી હતી.
-
1768: કેપ્ટન જેમ્સ કૂક તેની પ્રથમ સફર પર નીકળ્યો.
-
1498: મિકેલેન્ગીલોએ તેની વિશ્વ-વિખ્યાત માસ્ટરપીસ, પીએટા પર કામ શરૂ કર્યું.
-
1303: અલ્લાઉદ્દીન ખિલજીએ ચિત્તોડગઢ જીતી લીધું.
||| આજના દિવસના જન્મ |||
📜1909 : પ્રખ્યાત ઇતિહાસકાર ડૉ. ગોપીચંદ્રનો જન્મ થયો.
📜1910 : દયાની મુર્તી મધર ટેરેસાનો જન્મ થયો
મધર ટેરેસા જન્મદિવસ ખાસ
સેવા અને કરુણાની મૂર્તિ મધર ટેરેસાનો જન્મ ૨૬ ઓગસ્ટ , ૧૯૧૦, ના રોજ રિપબ્લિક ઓફ મેસેડોનિયામાં થયો હતો. તેમનું ખરું નામ ઍગ્રેસ ગૌક્ષા બોજાક્યું હતું. તેમણે ૧૯૩૧ માં ધાર્મિક શાપથ લીધા પછી સંત થેરેસ દે લિસિએક્સ.ના નામ પરથી ટેરેસા નામ પસંદ કર્યું. પછીથી જીવનભર તેઓ આ જ નામથી સમગ્ર વિશ્વમાં જ જાણીતાં થયાં.
મધર ટેરેસા જયારે ૦૮ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યારપછી તેમની માતા એ તેમને રૌમન કેથલિક ધર્મમાં આગળ વધીને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા પ્રોત્સાહને આપ્યું હતું. ઉછળકૂદ કરવાની ૧૨ વર્ષની વયે તો મધર ટેરેસાએ પોતાની સૈવાકીય પ્રવૃત્તિ આરંભી દીધી હતી. ત્યારે જ તેમણે મનોમન સેવાનો ભેખ ધારણ કરવાનું નક્કી કરી લીધું હતું. ૧૮ વર્ષની વયે તેઓ મિસ્ટર ઓફ લોરેટો મિશનમાં જોડાઈ ગયા હતાં અને સેવા કરવા માટે ઘરનો ત્યાગ કરી દીધો હતો, ૧૯ ૨૬ માં પ્રથમ વખત તેઓ ભારત આવ્યા હતાં અને દીક્ષાર્થીતરીકેનો પૌતાનો પ્રથમ કાર્યકાળ હિમાલય પર્વતમાળા નજીક દાર્જીલિંગમાં વીતાવ્યો હતો.
૧૯૪૬ માં ભારતમાં ફાટી નીકળેલાં હિંદુ – મુસ્લિમ રમખાણો વખતે મધર ટેરેસાએ ઈજાગ્રસ્તોની ખૂબ સેવા કરી હતી. ત્યાર બાદ ૧૯૪૮ માં તેમણે કલકતામાં જ ગરીબો માટેનું પોતાનું મિશનરી કાર્ય શરૂ કર્યું હતું જે પછીથી સમગ્ર વિશ્વમાં વિસ્તર્યું હતું. મધર ટેરેસાએ ભારતમાં સેવાકીય કાર્ય શરૂ કર્યા પછી પોતાનો લોરેટોનો પરંપરાગત પોશાક ત્યાગીને ભૂરી કિનારીવાળી ખાદીની સાડી પહેરવાનું શરુ કર્યું. આ સમયગાળામાં જ તેમણે ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું.