🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
27 જાન્યુઆરી
📯📜27 જાન્યુઆરી , 1891માં પેંસિલ્વેનિયાના ‘ માઉન્ટ પ્લીમેંટમાં થયેલ ખાણ વિસ્ફોટમાં 150 લોકોના મોત નીપજ્યા.
📯📜27 જાન્યુઆરી , 1943માં અમેરિકાએ જર્મની પર પહેલીવાર એરરટ્રાઇક કરી હતી.
📯📜27 જાન્યુઆરી , 1948માં પહેલું ટેપ રેકોર્ડર વહેંચાયું હતું.
📯📜27 જાન્યુઆરી , 1967માં અપોલો – 1 ‘ દુર્ઘટનાગ્રસ્ત થતા 3 અંતરિક્ષયાત્રીઓના મોતા નીપજ્યા હતા.
📯📜27 જાન્યુઆરી , 2008માં પશ્ચિમ બંગાળના 13 જીલ્લાઓમાં બર્ડ ફ્લ ફેલાયો હતો.
📯📜27 જાન્યુઆરી , 1556માં મુઘલ ‘ સામ્રાજ્યના રામ્રાટ હુમાયુનું નિધન થયું હતું
મહત્વની ઘટનાઓ
-
૧૮૮૦ – થોમસ એડિસનને તેમના વીજળીના ગોળા માટે પેટન્ટ અધિકારો મળ્યા.
-
૧૯૭૩ – પેરિસ શાંતિ સમજૂતીથી સત્તાવાર રીતે વિયેતનામ યુદ્ધનો અંત આવ્યો.
-
૨૦૧૦ – એપલે આઇપેડ (iPad) ની જાહેરાત કરી.
આજનો દિન વિશેષ પંડિત સીતારામ ચતુર્વેદી
૨૭ જાન્યુઆરી પંડિત સીતારામ ચતુર્વેદી હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર અને પત્રકાર પંડિત સીતારામ ચતુર્વેદીનો જન્મ ૨૭ જાન્યુઆરી, ૧૯૦૭ ના રોજ વારાણસીમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ મુઝફ્ફરનગરમાં પૂર્ણ કર્યા બાદ તે કાશી હિન્દુ યુનિવર્સિટીમાં હિંદી, સંસ્કૃત, પાલી અને પ્રાચીન ભારતીય ઇતિહાસ તેમજ સંસ્કૃતિમાં સ્નાતક કર્યું અને એલ.એલ.બી નો અભ્યાસ કર્યો.
તેઓ હિંદી, સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, ફારસી, પાલી, પ્રાકૃત વગેરે ભાષાઓના જાણકાર હતા. પંડિત સીતારામ ચતુર્વેદી અનેક સંસ્થાઓમાં વિવિધ પદ પર રહી કાર્યો કર્યા. તેમણે કાશી હિન્દુ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું ‘ડોન’ અંગ્રેજી પત્રનું સંપાદન કર્યું. ત્યારબાદ ઈસ.૧૯૩૦-૧૯૩૨ માં ‘રણભેરી’, ‘શેખના દ’ જેવા સમાચારપત્રોનું સંપાદન કર્યું. આ ઉપરાંત કાશી હિન્દુ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું ‘સનાતન ધર્મ’ સાપ્તાહિકનું સંપાદન કર્યું હતું.