🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
27 ડીસેમ્બર
📜27 ડિસેમ્બર , 1825માં સ્ટ્રીમ એજીનવાળા પહેલા પબ્લિક રેલવેનું નિર્માણ ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટનની વચ્ચે પૂર્ણ થયું હતું.
📜27 ડિસેમ્બર , 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં પહેલી વાર જન ગન મન ગવાયું હતું.
📜27 ડિસેમ્બર , 1934માં પર્સિયાના શાહે પર્સિયાનું નામ બદલી ઇરાન કરવાની ઘોષણા કરી હતી.
📜27 ડિસેમ્બર , 1966માં વિશ્વની સૌથી લાંબી ગુફા કેવ ઑફ ઑલોજની શોધ એક્વિસમોન , મેકિસકોમાં થઇ હતી.
📜27 ડિસેમ્બર , 1975માં ઝારખંડના ધનબાદ જીલ્લાના ચારાનાલામાં થયેલા કોલસની ખાણમાં દુર્ઘટનામાં 372 લોકોના મોત થયા હતા.
📜27 ડિસેમ્બર , 1797માં ઉર્દૂ – ફારસીના પ્રખ્યાત કવિ મિર્ઝા ગાલિબ નો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
2007 – પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની રાવલપિંડી નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી.
2004 – ભારતે ત્રીજી અને અંતિમ વનડેમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી.
2002 – યુનાઇટેડ સ્ટેટ્સમાં ‘ઇવ’ નામના પ્રથમ માનવ ક્લોનનો જન્મ થયો.
2000 – ઓસ્ટ્રેલિયામાં લગ્ન પહેલાના સંબંધોને કાનૂની માન્યતા.
1998 – ચીનના પરમાણુ કાર્યક્રમના પિતા વાંગકાન ધાંગનું અવસાન થયું.
સોવિયેત દળોએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું.
1972 – ઉત્તર કોરિયામાં નવું બંધારણ અમલમાં આવ્યું.
1961 – બેલ્જિયમ અને કોંગો વચ્ચે રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થયા.
1960 – ફ્રાન્સે પરમાણુ પરીક્ષણો કર્યા.
1945 – વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવા માટે વિશ્વ બેંકની સ્થાપના કરવામાં આવી.
29 સભ્ય દેશો સાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના.
1939 – તુર્કીમાં ભૂકંપમાં લગભગ ચાલીસ હજાર લોકો માર્યા ગયા.
આજનો ખાસ દિન વિશેષ મિરઝા ગાલીબ
૨૭ ડિસેમ્બર મિરઝા ગાલીબ મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ-ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદઉલ્લા બેગ ખાન ‘ગાલીબ’ હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બરના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ રાયરીનો શોખ હતો. ગાલીબ ૧ર કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં તેમણે એવી અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનાર દિલ પર કાયમી સ્થાન રહી જાય.