🍫1848 – રાધાનાથરોય
➖પરખ્યાત ઉડીસા ભાષાના કવિ અને સાહિત્યકાર
🍫1871 – વિઠલભાઈ પટેલ
➖સરદાર પટેલના મોટા ભાઈ અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની
🍫1932 – યશ ચોપરા
➖ભારતીય ફિલ્મ ડિરેક્ટર
🍫1953 – માતા અમૃતાનંદા
➖ભારતીય, ધાર્મિક નેતા છે.
1981 – લક્ષ્મીપતિ બાલાજી
➖ભારતીય ક્રિકેટર
આજનો ખાસ દિન વિશેષ રાજા રામમોહનરાય
ધર્મસુધારક અને સમાજસુધારક રાજા રામમોહનરાયનો જન્મ ૨૨ મે ૧૭૭૨ નાં રોજ બંગાળમાં થયો હતો. રાજા રામમોહનરાયે વેદો અને ઉપનિષદોને પણ લોકો સુધી પહોંચાડવા તેનો બાંગ્લા, હિન્દી, ફારસી, અને અગ્રેજી ભાષાઓમાં અનુવાદ કર્યો હતો. રાજા રામમોહનરાયને બાળપણથી જ ભગવાન પર વિશ્વાસ હતો હું પરંતુ તેઓ મૂર્તિપૂજાનાં વિરોધી હતા. ઘરના સભ્યોના આગ્રહથી તેમને પટણા મોકલી દેવાયા હતા કે જ્યાં તેઓ સારી તાલીમ મેળવી શકે, જ્યાં તેઓએ અરબી અને ફારસી વિદ્વાનો દ્વારા શિક્ષણ મેળવ્યું.
એ સમયે કોઈપણ હિંદુ માટે દરિયો પાર કરીને વિદેશ જવા પર મનાઈ હતી પરંતુ રાજા રામમોહનરાયે આ માન્યતાને નકારી ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. રાજા રામમોહનરાયને એ સમયે સરકાર સાથે ટક્કર થઈ ગઈ હતી કે સમાચારપત્રો પર નિયંત્રણ ન હોવું જોઈએ. એ સમયે અંગ્રેજ સરકાર સામે વાંધો ઉઠાવી તેઓ તેના કાર્યમાં સફળ રહ્યા અને મિરાત-ઉલ-અખબાર અને સંવાદ કૌમુદી સમાચારપત્રો ચલાવ્યા હતા. રાજા રામમોહનરાયે તેમના ભાભીને સતી થતાં જોયા હતા. આ બનાવની તેમના જીવન પર ઉંડી અસર થઈ હતી ત્યારે જ રાજા રામમોહનરાયે આ પ્રથાને પૂર્ણ કરી દેવાનો નિર્ણય લીધો હતો. તેમના સતત પ્રયાસોના કારણે જ ૧૮૨૯ માં લોર્ડ વિલિયમ બેન્ટીકે સતી પ્રથાને પૂર્ણ કરવામાં સમર્થ બની શક્યા.
હિંદુ સમાજના કુરિવાજોને દૂર કરવા માટે જ ૧૮૨૮ માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી.જેઓએ આત્મીય સભાની સ્થાપના કરી હતી. રાજા રામમોહનરાય આધુનિક શિક્ષણનાં સમર્થક હતા. તેઓએ ગણિત અને વિજ્ઞાન ઉપર અનેક લેખો પણ પ્રકાશિત કર્યા હતા. ૧૮૦૫ માં રાજા રામમોહનરાય બંગાળમાં અંગ્રેજી ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેવામાં સામેલ થયા હતા અને ૧૮૧૪ સુધી તેઓ તેમાં કાર્યરત રહ્યા. ૧૮૧૪ માં તેમણે આત્મીય સભાની સ્થાપના કરી. આ ઉપરાંત હિન્દુ કૉલેજની સ્થાપના કરી. ૨૭ સપ્ટેમ્બર ૧૮૩૩ ના રોજ રાજા રામમોહનરાયનું અવસાન થયું. તેમના અવસાન પછી બ્રહ્મસમાજ અનેક શાખાઓમાં વહેંચાઈ ગયો.