🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
28 જાન્યુઆરી
📯📜28 જાન્યુઆરી , 1819માં સર સ્ટેમ ફોર્ડ રેફન્ને સિંગાપોરની શોધ કરી હતી.
📯📜28 જાન્યુઆરી , 1887માં ફ્રાંસની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું હતું.
📯📜28 જાન્યુઆરી , 1933માં ચૌધરી રહમત અલી ખાને મુસ્લિમ લીગની માંગ પર બનાવવામાં આવેલ અલગ રાષ્ટ્ર માટે પાકિસ્તાન નામ સૂચવ્યું હતુ.
📯📜28 જાન્યુઆરી , 1950માં ન્યાયાધીશ હિરાલાલ કાનિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું હતું.
📯📜28 જાન્યુઆરી , 1865માં પંજાબ કેસરીના નામે જાણીતા અને પ્રખ્યાત ભારતીય સ્વતંત્ર સેનાની નેતા લાલા લજપત રાયનો પંજાબમાં જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૧૩ – જેન ઓસ્ટેનની નવલકથા પ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ સૌ પ્રથમ યુનાઇટેડ કિંગડમમાં પ્રકાશિત થઈ.
-
૧૮૪૬ – બ્રિટિશ અને શીખ દળો વચ્ચે પંજાબ પ્રદેશમાં લડાયેલી અલીવાલની લડાઈમાં સર હેરી સ્મિથની આગેવાની હેઠળની બ્રિટિશ સૈન્ય ટુકડીની જીત થઈ.
-
૧૯૩૩ – ચૌધરી રહમત અલી ખાને સૌ પ્રથમ ‘પાકિસ્તાન’ શબ્દ પ્રયોજ્યો જેનો ભારતીય મુસ્લિમો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો અને બાદમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય પાકિસ્તાન માટે કારણભૂત બન્યો.
-
૧૯૩૫ – આઇસલેન્ડ તબીબી ગર્ભપાતને કાયદેસર બનાવનાર પ્રથમ પશ્ચિમી દેશ બન્યો.
-
૧૯૫૮ – પ્લાસ્ટીકના રમકડાં ઉત્પાદન કરતી લેગો કંપની દ્વારા પ્લાસ્ટીક બ્લોક્સની ડિઝાઇન પેટન્ટ કરાવવામાં આવી.
-
૧૯૬૫ – કેનેડાના ધ્વજની વર્તમાન ડિઝાઇન સંસદના કાયદા દ્વારા પસંદ કરવામાં આવી.
આજનો દિન વિશેષ લાલા લજપતરાય
શહીદ ‘પંજાબ કેસરી’ લાલા લજપતરાય ભારતના મહાન ” સમાજસુધારક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર લાલા લજપતરાયનો જન્મ ૨૮ ફેબ્રુઆરી, ૧૮૬૫ ના રોજ પંજાબના ૪ મોગા જિલ્લામાં થયો હતો. લજપતરાય બાળપણથી જ ખૂબ જ બુદ્ધિશાળી હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં તેમણે ” ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. ઈ.સ.૧૮૮૦ માં તેઓ કલકત્તા યુનિવર્સિટી અને પંજાબ યુનિવર્સિટીમાં પ્રવેશ પરિક્ષા પાસ કરી અને લાહોર સરકારી કૉલેજમાં કાયદાના અભ્યાસ માટે પ્રવેશ મળ્યો પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ ઠીક ન હોવાથી બે વર્ષ અભ્યાસથી વંચિત રહ્યા.