🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
28 એપ્રિલ
મહત્વની ઘટનાઓ
-
૧૭૫૮ – મરાઠાઓ એટોકની લડાઈમાં દુર્રાની સામ્રાજ્ય (અફઘાનો)ને હરાવીને શહેર પર કબજો કર્યો.
-
૧૭૮૮ – મેરીલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનાર સાતમું રાજ્ય બન્યું.
-
૧૯૨૦ – અઝારબૈજાન સોવિયેત સમાજવાદી ગણરાજ્યાની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૨૩ – વેમ્બલી સ્ટેડિયમ (જૂનું એમ્પાયર સ્ટેડિયમ) ખુલ્લું મૂકવામાં આવ્યું.
-
૧૯૩૨ – માનવજાત માટે, પીળા તાવ (yellow fever)ની રસી શોધાઇ.
-
૧૯૬૯ – ‘ચાર્લસ દ ગોલે’, ફ્રાન્સના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
-
૧૯૭૮ – અફઘાનિસ્તાનનાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
-
૧૯૯૬ – વ્હાઇટવોટર વિવાદ : રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને બચાવ માટે 41⁄2 કલાકની વિડિયોટેપ કરેલી જુબાની આપી.
-
૨૦૦૧ – લક્ષાધિપતિ ‘ડેનિસ ટિટો’ વિશ્વનાં પ્રથમ અવકાશ પર્યટક બન્યા.
-
૨૦૦૫ – ‘પેટંટ કાનૂન સંધિ’ અમલમાં આવી.