🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 29 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1905 : હોકીનાં જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ થયો.
📜1928 : ઓલરાઉન્ડર ક્રિકેટર હીરાલાલ ઘીસુ ગાયકવાડનો નાગપુરમાં જન્મ થયો.
📜1931 : ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન પહોંચ્યા.
📜1947 : ડૉ. બાબાસાહેબ આંબેડકર બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ બન્યાં.
📜1995 : મેજર ધ્યાનચંદનાં જન્મ દિવસને રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવવાની જાહેરાત થઈ.
🌷આજના દિવસના જન્મ🌷
📜1905 : હોકીનાં જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ થયો.
મેજર ધ્યાનચંદ વિષે જાણવા જેવું
હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ ૧૯૦૫ માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જીલ્લાનાં પ્રયાગમાં થયો હતો. હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૯૦૫ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જિલ્લાના પ્રયાગમાં થયો હતો. ધ્યાનચંદના પિતા સોમેશ્વર દત્તને અંગ્રેજ લશ્કરમાં સુબેદારની બદલીવાળી નોકરી હતી તેના ભાગરૂપે ધ્યાનચંદ મધ્યપ્રદેશના ઝાંસીમાં છ વર્ષ રહ્યા હતા. તેઓ બાળપણમાં લાકડાની દંડી અને કપડાના દડા વડે હોકી રમતા હતા. માત્ર ૬ ચોપડી સુધી ભણી શકેલા ધ્યાનચંદ આર્થિક સંકડામણ દૂર કરવા માટે પિતાના પગલે લશ્કરમાં જોડાઈ ગયા હતા.
ધ્યાનચંદનું મૂળ નામ ધ્યાનસિંહ હતું, પરંતુ હોકીના કોચ પંકજ રાયે તેમની રમતથી પ્રભાવિત થઈને ભવિષ્યવાણી ભાખી કે હોકીમાં ધ્યાનસિંહનું નામ ચંદ્રની જેમ ચમકતું રહેશે. ત્યારબાદ તેમનું નામ ધ્યાનસિંહના સ્થાને ધ્યાનચંદ પડયું. જેલમ ખાતે ઇન્ફન્ટી ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ધ્યાનચંદની ટીમ છેલ્લી ત્રણ મિનિટ બાકી હતી ત્યારે બે ગોલથી હારતી હતી ત્યારે ધ્યાનચંદે આ ત્રણ મિનિટ દરમ્યાન ૪ ગોળ ફટકારીને ટીમને અશક્ય જીત અપાવતા તેમને હોકીના જાદુગરનું બિરુદ મળ્યું હતું.