🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
3 નવેમ્બર
📜3 નવેમ્બર , 1796ના રોજ જોન એડમ્સ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.
📜3 નવેમ્બર 1948માં ભારતના તત્કાલીના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ સંયુક્ત રાષ્ટ્રા ‘ મહાસભામાં પોતાનું પહેલું ભાષણ આપ્યું.
📜3 નવેમ્બર , 1984માં ભારતમાં થયેલ શીખ વિરોધી થયેલા રમખાણમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા હતા.
📜3 નવેમ્બર , 2000માં ભારત સરકાર દ્વારા ડાયરેક્ટ ટુ હોમ પ્રસારણ સેવા બધા માટે શરૂ , કરવામાં આવી.
📜3 નવેમ્બર 1917માં સ્વતંત્ર સેનાની અને મહિલા અધિકારોની હિમાયતી કરનાર અન્નપૂર્ણા મહારાણાનો જન્મ થયો હતો.
📜3 નવેમ્બર 1947માં પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ ભારતીય શહીદ સોમનાથ શર્માનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૩૮ – ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, વિશ્વનું સૌથી મોટું પ્રસારિત અંગ્રેજી દૈનિક (બ્રોડશીટ અખબાર) બોમ્બે ટાઇમ્સ એન્ડ જર્નલ ઓફ કોમર્સ તરીકે સ્થાપિત થયું.
-
૧૯૦૩ – અમેરિકાના પ્રોત્સાહનથી પનામા કોલંબિયાથી અલગ થયું.
-
૧૯૫૭ – સ્પુતનિક કાર્યક્રમ: સોવિયેત યુનિયને સ્પુતનિક ૨ નો પ્રારંભ કર્યો. લૈકા નામની કૂતરી ભ્રમણકક્ષામાં પ્રવેશનાર પ્રથમ પ્રાણી બની.
-
૧૯૭૫ – સૈયદ નઝરુલ ઇસ્લામ, એ. એચ. એમ. કમારુઝમાન, તાજુદ્દીન અહમદ અને શેખ મુજિબુર રહેમાનના વફાદાર મુહમ્મદ મન્સુર અલીની ઢાકા સેન્ટ્રલ જેલમાં હત્યા કરવામાં આવી.
-
૧૯૭૮ – ડોમિનિકાને યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી.
-
૨૦૧૪ – ૧૧ સપ્ટેમ્બરના હુમલા દરમિયાન વિમાનો દ્વારા ન્યૂયોર્ક સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટ્વિન ટાવર્સનો નાશ કરવામાં આવ્યા બાદ નવા વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું.
આજનો ખાસ દિન વિશેષ અમર્ત્ય સેન
ભારતના જાણીતાં અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનનો જન્મ c૩ નવેમ્બર, ૧૯૩૩ ના રોજ પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનમાં એક બંગાળી હિન્દુ પરિવારમાં થયો હતો. રવિન્દ્રનાથ ટાગોરે તેમનું નામ અમર્ત્ય સેન પાડ્યું. હોવાનું કહેવાય છે. (“અમચૅ” નો અર્થ “અમર”). પ્રારંભિક શિક્ષણ હાકામાં પૂર્ણ કર્યું.