🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
3 ડીસેમ્બર
📜3 ડિસેમ્બર , 1829માં વાઇસરોય લૉર્ડ વિલિયમ બેંટિકે ભારતમાં સતીપ્રથા પર રોક લગાવી હતી.
📜3 ડિસેમ્બર , 1967માં ભારતનું પહેલું રોકેટ થુમ્બાથી પ્રક્ષેપિત કરાયું હતું.
📜3 ડિસેમ્બર , 1971માં ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થતા દેશમાં કટોકટી લાદવામાં આવી હતી.
📜3 ડિસેમ્બર , 2000માં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઈંડિઝને ટેસ્ટ મેચમાં હરાવીને સતત 12 ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો
📜3 ડિસેમ્બર , 2012માં ફિલીપાઇન્સમાં આવેલ ભૂફા તોફાનના કારણે લગભગ 475 લોકોના મોત નીપજ્યા હતા.
📜3 ડિસેમ્બર , 1889માં ભારતના સ્વાતંત્ર્ય સેનાની ખુદીરામ બોસનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૧૮ – ઇલિનોઇસ યુ.એસ.નું ૨૧મું રાજ્ય બન્યું.
-
૧૯૧૦ – પેરિસ મોટર શોમાં જ્યોર્જ ક્લાઉડ દ્વારા આધુનિક નિયોન લાઇટિંગનું પ્રથમ પ્રદર્શન કરવામાં આવ્યું.
-
૧૯૭૧ – ૧૯૭૧નું ભારત-પાકિસ્તાની યુદ્ધ: પૂર્વ પાકિસ્તાનમાં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી યુદ્ધ શરૂ થયું.
-
૧૯૭૯ – અયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેની ઈરાનના પ્રથમ સર્વોચ્ચ નેતા બન્યા.
-
૧૯૮૪ – ભોપાલ હોનારત: ભોપાલ ખાતેના યુનિયન કાર્બાઇડ જંતુનાશક પ્લાન્ટમાંથી મિથાઇલ આઇસોસાયનેટ ગળતાં દુર્ઘટના સર્જાઈ. ઇતિહાસની સૌથી ખરાબ ઔદ્યોગિક આપત્તિઓમાંની એક, જેમાં ૩,૭૮૭થી વધુ લોકો માર્યા ગયા અને ૧,૫૦,૦૦૦ – ૬૦૦,૦૦૦ જેટલા અસર પામ્યા.
-
૧૯૯૪ – તાઇવાને તેની પ્રથમ સંપૂર્ણ સ્થાનિક ચૂંટણીઓ યોજી.