🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
30 નવેમ્બર
📜બઇજિંગમાં 1731ના ભૂકંપમાં લગભગ એક મિલિયન લોકો માર્યા ગયા.
📜1872માં આ દિવરો પ્રથમ સત્તાવાર આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ રમાઈ હતી.
📜પરિયકા ચોપરા 2000માં મિસ વર્લ્ડ બની હતી.
📜1759માં દિલ્હીના સમ્રાટ આલમગીરની મંત્રી દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
📜બાંગ્લાદેશ સંસદે 2004 માં મહિલાઓની 45 ટકા બેઠકો સાથેનું બિલ પસાર કર્યું હતું.
મહત્વની ઘટનાઓ
-
1997 – ભારત-બાંગ્લાદેશ વિવાદિત સરહદી વિસ્તારમાં યથાસ્થિતિ જાળવી રાખવા સંમત થયા.
-
2000 – અલ ગોરે યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં પુન: ગણતરી માટે અપીલ કરી.
-
2000- પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બની.
-
2001 – વિશ્વ વિખ્યાત પોપ ગાયક જ્યોર્જ હેરિસનનું અવસાન.
-
2002 – આઇસીસીએ ઝિમ્બાબ્વેમાં ન રમતા દેશો સામે પગલાં લેવાની ચેતવણી આપી.
-
2004 – બાંગ્લાદેશની સંસદે મહિલાઓ માટે 45 ટકા બેઠકો આપતું બિલ પસાર કર્યું.
-
2008 – મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ સરકારે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની રચના કરવાની જાહેરાત કરી. સરકારે SAT રિઝવી પગાર સમિતિનો કાર્યકાળ વધારવાનો નિર્ણય કર્યો.
આજનો ખાસ દિન વિશેષ ઇન્દ્રકુમાર ગુજરાલ
| ૩૦ નવેમ્બર |ઇન્દ્રકુમાર ગુજરાલ ભારતના ગણરાજ્યના ૧૩ માં વડાપ્રધાન તરીકે રહેલા ઇન્દ્રકુમાર ગુજરાલનો જન્મ ૧૪ ડિસેમ્બર, ૧૯૧૯ ના રોજ ઝેલમમાં થયો હતો. ઇન્દ્રકુમાર સ્વયં ૧૨ વર્ષની વયે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા લાગ્યા હતા. ઈ.સ. ૧૯૩૧ માં બ્રિટિશ પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ ઈ.સ.૧૯૪૨ માં ભારત છોડો આંદોલનમાં 5 ૨૩ વર્ષની વયે તેમને જેલમાં જવું પડ્યું હતું.
ઈન્દ્રકુમારે બી.કોમ,એમ.એ.,પિ.એચ.ડી તેમજ ડી.લીટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. હિન્દી, ઉર્દુ અને પંજાબી ભાષાઓમાં નિપુણ હોવા ઉપરાંત શ્રી ગુજરાલ ઘણી અન્ય ભાષાઓના પણ જાણકાર છે તથા શેર શાયરીમાં ઊંડી દિલચસ્પી ધરાવે છે. તે એપ્રિલ ૧૯૯૭ના સમયમાં ભારતના વડા પ્રધાન મંત્રી બન્યા તે પહેલાં તેઓએ ભારતીય મંત્રીમંડળમાં વિભિન્ન હોદ્દાઓ પર કામ કર્યું હતું.
તેઓ સંચાર મંત્રી, સંસદીય કાર્ય મંત્રી, સૂચના અને પ્રસારણ મંત્રી , વિદેશ મંત્રી તથા આવાસ મંત્રીના રૂપમાં કામ કરી ચુક્યા હતા. આ ઉપરાંત તેઓ બીબીસીની હિન્દી સેવા માટે એક પત્રકારના રૂપમાં પણ કાર્ય કરી ચુક્યા છે. ઈ. સ. ૧૯૭૫માં તેઓ ઇન્દિરા ગાંધી સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રીના હોદા પર હતા. પૂર્વ વડાપ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલનું ૯ર વર્ષની વયે ૩૦ નવેમ્બર,૨૦૧૨ ના રોજ નિધન થયું હતું.