🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
30 માર્ચ
♦️♦️1699 :- શીખ ધર્મના 10માં ગુરુ ગોવિંદસિંહજી એ “ખાલસા પંથ”ની સ્થાપના કરી.
♦️♦️1919 ગાંધીજીએ રોલેટ એક્ટ કાયદાનો વિરોધ કરવાની જાહેરાત કરી.
♦️♦️1929 :- ભારત અન ઇંગ્લેન્ડ વચ્ચે વિમાન સેવાની શરૂઆત થઇ.
♦️♦️1949 :- જુદા-જુદા રજવાડાઓને એકઠા કરી રાજસ્થાન રાજ્યની રચના કરવામાં આવી. મુખ્ય રજવાડા બિકાનેર, જયપુર, જોધપુર અને જેસલમેર પણ આ રાજ્ય સાથે જોડાય ગયા. હીરાલાલ શાસ્ત્રી પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
♦️♦️1992 :- સત્યજિત રે ને માનદ ઓસ્કાર એવોર્ડ અપાયો.
♦️♦️1994 :- G-15 સભા નવી દિલ્લીમાં યોજવામાં આવી.
મહત્વની ઘટનાઓ
-
૧૬૯૯ – શિખ ધર્મના દશમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાની સ્થાપના.
-
૧૮૫૮ – હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
-
૧૮૬૭ – અમેરિકાએ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) અલાસ્કા ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
-
૧૯૫૧ – ‘રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ “યુનિવાક-૧” (UNIVAC I) કોમ્પ્યુટર, અમેરિકાનાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું.
-
૨૦૦૬ – “યુનાઇટેડ કિંગડમ ત્રાસવાદ કાનુન ૨૦૦૬”, કાયદો બન્યો.
-
૨૦૧૧ – આઇ. સી. સી. વિશ્વકપ ૨૦૧૧ની દ્વિતિય સેમિફાયનલ મેચમાં પાકિસ્તાનના સંઘને ૨૯ રનથી હરાવીને ભારતના સંઘનો ફાયનલમાં પ્રવેશ.
આજનો દિન વિશેષ સિરીલ રેડક્લિફ
૩૦ માર્ચ
સિરીલ રેડક્લિફ
બ્રિટિશ વકીલ કે જેમણે ભારતપાકિસ્તાન વિભાજનની રેખા તૈયાર કરી હતી જે એવા સિરીલ રેડક્લિફનો જન્મ ૩૦ માર્ચ, . ૧૮૯૯ થયો હતો. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ પાકિસ્તાન રાષ્ટ્ર તરીકે અને ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ ના રોજ ભારત સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની જાહેરાત લોર્ડ માઉન્ટબેટન દ્વારા કરવામાં આવી હતી. આ વિભાજનને કારણે ભારતીય ઉપમહાદ્વીપનું જ નહી પરંતુ બંગાળનું પણ વિભાજન કરવામાં આવ્યું. જે ભારતના પૂર્વ વિસ્તારમાં બાંગ્લાદેશ તરીકે રાષ્ટ્રનો જન્મ થયો.ભારત-પાકિસ્તાનના વિભાજનની રેખા નિર્માણની જવાબદારી સિરીલ રેડક્લિફને સોંપવામાં આવી હતી. આ રેખા આજે રેડક્લિફ તરીકે ઓળખાય છે.