🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
31 ઓક્ટોબર
📜31 ઓક્ટોબર , 1759માં ફિલીસ્તીનના સાદમાં આવેલ ભૂકંપમાં 100 લોકોના મોત થયા.
📜31 ઓક્ટોબર , 1960માં બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાતથી લગભગ 10 હજાર લોકોના મોત થયા.
📜31 ઓકટોબર , 1966માં ભારતના જાણીતા તરવૈયા મિહિર સેને પનામા નહેરને તરીને પાર કરી હતી.
📜31 ઓક્ટોબર , 2003માં હૈદરાબાદમાં આયોજીત અફ્રોએશિયન હૉકિ ચેમ્પિયનશીપમાં ભારતે પાકિસ્તાનને 3 – 1થી હરાવી ગોલ્ડ મળ્યો.
📜31 ઓક્ટોબર 2015માં રશિયન એરલાઇન કોગલીમાવીયાનું વિમાન 9268 ઉત્તરીય સિનાઇમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર તમામ 224 લોકોના મોત થયા હતા.
મહત્વની ઘટનાઓ
1759 – પેલેસ્ટાઈનના સફેદમાં ધરતીકંપમાં 100 લોકો માર્યા ગયા.
1864 – નેવાડા અમેરિકાનો 36મો પ્રાંત બન્યો.
1905 – સેન્ટ પીટર્સબર્ગ, યુએસએમાં ક્રાંતિકારી પ્રદર્શન.
1908 – લંડનમાં ચોથી ઓલિમ્પિક ગેમ્સનું સમાપન થયું.
1914 – બ્રિટન અને ફ્રાન્સે તુર્કી સામે યુદ્ધની ઘોષણા કરી.
1920 – રોમાનિયાએ પૂર્વ યુરોપમાં મધ્ય યુરોપિયન દેશ બેસરાબિયાને જોડ્યું.
1953 – બેલ્જિયમમાં ટેલિવિઝન પ્રસારણ શરૂ થયું.
1956 – બ્રિટન અને ફ્રાન્સે સુએઝ કેનાલને ફરીથી ખોલવા માટે ઇજિપ્ત પર બોમ્બમારો શરૂ કર્યો.
1959 – સોવિયેત યુનિયન અને ઇજિપ્તે નાઇલ પર અસ્વાન ડેમ બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.
1960 – બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનને કારણે લગભગ 10 હજાર લોકો મૃત્યુ પામ્યા.
1966 – ભારતના પ્રખ્યાત તરવૈયા મિહિર સેને પનામા કેનાલ પાર કરી.
આજનો ખાસ દિન વિશેષ સરદાર વલ્લભભાઈ પટેલ
૩૧ ઓક્ટોબરસરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ મુકામે સને ૧૮૭૫ના ઓકટોબરની ૩૧ મી તારીખે થયો. એમના માતા પિતા લાડબાઈ અને ઝવેરભાઈ પટેલ ખેડૂત કુટુંબના હતા. પ્રાથમિક શિક્ષણ વતન કરમસદમાં લીધું. મેટ્રિક પરીક્ષા નડીયાદની માધ્યમિક શાળામાંથી પસાર કરી.
વલ્લભભાઈએ ડિસ્ટ્રીકટ પ્લીડરની પરીક્ષા પાસ કરી ગોધરામાં વકીલાત શરૂ કરી, ૧૮ વર્ષની ઉંમરે એમના ઝવેરબાઈ સાથે લગ્ન થયા. લગ્નજીવન દરમ્યાન મળીબેન અને ડાયાભાઈ નામે બે સંતાનો થયા. બેરીસ્ટરીની છેલ્લી પરીક્ષા ઈંગ્લેન્ડમાં આપી પ૦ પાઉન્ડનું રોકડ ઈનામ મેળવ્યું.વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં.