🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
31 ડીસેમ્બર
📝31 ડિસેમ્બર , 1600માં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનની સ્થાપના કરાઇ હતી .
📝31 ડિસેમ્બર , 1984માં રાજીવ ગાંધી 40 વિર્ષની ઉંમરમાં ભારતના 7માં પ્રધાનમંત્રી બન્યા હતા.
📝31 ડિસેમ્બર , 1999માં ભારતીય એરલાઇન્સનું વિમાન 814 હાઇજેક કરીને અફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ લઈ જવામાં ‘ આવ્યું હતું . બંધકનું સંકટ સાત દિવસ પછી 190 લોકોની સલામત મુક્તિા સાથે ટળ્યું હતું .
📝31 ડિસેમ્બર , 1691માં વિશ્વ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી રોબર્ટ બોયલનું અવસાન થયું હતું.
📝31 ડિસેમ્બર , 1925માં પ્રખ્યાત સાહિત્યકાર શ્રીલાલ શુક્લનો જન્મ થયો હતો
મહત્વની ઘટનાઓ
-
૧૬૦૦ – બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
-
૧૮૭૮ – જર્મનીના માનહેમમાં કાર્યરત કાર્લ બેન્ઝે તેમના પ્રથમ વિશ્વસનીય દ્વિઘાત (ટુ-સ્ટ્રોક) ગેસ એન્જિનના પેટન્ટ અધિકારો માટે અરજી કરી.
-
૧૮૭૯ – થૉમસ અલ્વા એડિસને ન્યૂ જર્સીના મેન્લો પાર્કમાં પહેલી વાર વીજળીના ગોળાનું જાહેર પ્રદર્શન કર્યું.
-
૧૮૦૨ – પેશ્વા બાજીરાવ બીજા અને બ્રિટીશ ઇસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે ૧૮૦૨ની સંધિ તરીકે જાણીતો ટ્રીટી ઓફ બેઝીન નામનો કરાર થયો.
-
૧૯૭૪ – ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધિ વડે ગોઆ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ભારતના ભાગ તરીકે અધિકૃત રીતે સ્વીકારાયા.
-
૨૦૧૧ – સમોઆ અને ટોકેલાઉએ કેલેન્ડરમાંથી ૩૦ ડિસેમ્બર ૨૦૧૧નો દિવસ કૂદાવી આંતરરાષ્ટ્રીય તિથિ રેખા ઓળંગી ટાઈમ ઝોનની બદલી કરી.
-
૨૦૧૧ – નાસા ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાં ગુરુત્વાકર્ષણ પુનઃપ્રાપ્તિ અને આંતરિક પ્રયોગશાળાના બે ઉપગ્રહોમાંથી પ્રથમ ઉપગ્રહ મૂકવામાં સફળ રહ્યું.
-
૨૦૧૯ – વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને વુહાનમાંથી મળી આવેલા અજ્ઞાત કારણો સાથેના ન્યુમોનિયાના કેસોની જાણ કરવામાં આવી છે. બાદમાં તે કોવિડ-૧૯ હોવાનું બહાર આવ્યું.