🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
4 જુલાઇ
મહત્વની ઘટનાઓ
૧૦૫૪ – એસએન ૧૦૫૪ નામનો સુપરનોવા, ચાઇનીઝ સોંગ રાજવંશ, આરબ અને સંભવતઃ સ્ટાર ઝેટા ટૌરી નજીક અમેરિકન આદિવાસીઓ દ્વારા જોવામાં આવ્યો. ઘણા મહિનાઓ સુધી તે તેજસ્વી રહ્યો અને દિવસ દરમિયાન પણ દેખાતો રહ્યો. તેના અવશેષોથી કર્ક નિહારિકાનું નિર્માણ થયું.
૧૭૭૬ – અમેરિકન ક્રાંતિ: યુ.એસ.નું સ્વતંત્રતાનું જાહેરનામું દ્વિતીય ખંડીય કોંગ્રેસ દ્વારા સ્વીકારાયું. અમેરિકાને સ્વતંત્રતા મળી.
૧૮૨૭ – ન્યૂયોર્ક રાજ્યમાં ગુલામીપ્રથા નાબૂદ કરવામાં આવી.
૧૯૪૬ – વિવિધ સંસ્થાનવાદી શક્તિઓ દ્વારા સતત ૩૮૧ વર્ષના શાસનના પછી, ફિલિપાઇન્સને યુનાઇટેડ સ્ટેટ્સથી સંપૂર્ણ સ્વતંત્રતા મળી.
૧૯૪૭ – બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સ સમક્ષ “ભારતીય સ્વતંત્રતા વિધેયક” રજૂ કરવામાં આવ્યું, જેમાં બ્રિટિશ ભારતના પ્રાંતોને ભારત અને પાકિસ્તાન એમ બે સાર્વભૌમ દેશોમાં સ્વતંત્રતા આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો.
૧૯૯૭ – નાસાના ‘પાથફાઇન્ડર’ નામના અવકાશી યાને મંગળની ભૂમિ પર ઉતરાણ કર્યું.
૧૯૯૮ – જાપાને મંગળ પર નોઝોમી અવકાશયાન મોકલ્યું, અમેરિકા અને રશિયા સાથે અવકાશ સંશોધક રાષ્ટ્ર તરીકે જોડાયું.