🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
5 મે
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૫૫૩ – કોન્સ્ટાન્ટિનોપલની દ્વિતીય પરિષદ શરૂ થઈ.
-
૧૨૬૦ – કુબ્લાઇ ખાન (Kublai Khan), મોંગોલ સામ્રાજ્ય (Mongol Empire)નો શાસક બન્યો.
-
૧૭૬૨ – રશિયા અને પર્શિયા વચ્ચે સેન્ટ પિટ્સબર્ગ સંધિ થઈ.
-
૧૮૦૯ – મેરી કીઝ, રેશમ અને દોરાથી સ્ટ્રો વણાટ કરવાની તકનીક માટે યુ.એસ. પેટન્ટ મેળવનાર પ્રથમ મહિલા બની.
-
૧૮૨૧ – દક્ષિણ એટલાન્ટીક મહાસાગરના ‘સેન્ટ હેલેના’ ટાપુ પર નજરકેદ નેપોલિયન ( Napoleon I)નું મૃત્યુ થયું.
-
૧૮૩૫ – બેલ્જીયમમાં (Belgium), યુરોપખંડની પ્રથમ રેલ્વે ‘બ્રસેલ્સ’ (Brussels) અને ‘મેચેલેન’ (Mechelen) વચ્ચે શરૂ થઇ.
-
૧૯૦૫ – સ્ટ્રેટન બ્રધર્સ કેસની સુનાવણી (લંડન, ઇંગ્લેન્ડ) શરૂ થઈ અને પહેલી વાર ફિંગરપ્રિન્ટ પુરાવાનો ઉપયોગ હત્યા માટે દોષિત ઠેરવવા થયો.
-
૧૯૨૫ – દક્ષિણ આફ્રિકા (South Africa)ની સરકારે, આફ્રિકાન્સ ભાષા (Afrikaans)ને સત્તાવાર ભાષા જાહેર કરી.
-
૧૯૫૫ – ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ પશ્ચિમ જર્મનીના સાર્વભૌમત્વને માન્યતા આપતી સંધિ અમલમાં મૂકી.
-
૧૯૬૧ – એલન શેપર્ડ પેટા-ઓર્બિટલ ફ્લાઇટમાં બાહ્ય અવકાશમાં મુસાફરી કરનારા પ્રથમ અમેરિકન બન્યા.
-
૧૯૬૪ – યુરોપિયન સમિતીએ ‘૫ મે’ ને યુરોપ દિન જાહેર કર્યો.