5-7 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 5 જુલાઇ મહત્વની ઘટનાઓ ૧૯૧૬ – ભારતના મુંબઈ શહેરમાં એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. ૧૯૪૬ – પેરિસ, ફ્રાન્સમાં, બિકિની (સ્ત્રીઓનાં આંતરવસ્ત્રો)ના ઉપયોગની પુનઃશરૂઆત કરાઇ. (મૂળ તે રોમન શોધ હતી) ૧૯૫૪ – આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરાઇ. ૧૯૫૪ – બીબીસીએ તેનું પહેલું ટેલિવિઝન ન્યૂઝ બુલેટિન પ્રસારિત કર્યું. ૧૯૬૨ – ફ્રાન્સ સાથે આઠ વર્ષ લાંબા યુદ્ધ બાદ અલ્જીરિયાએ સત્તાવાર સ્વતંત્રતાની ઘોષણા કરી. ૧૯૭૫ – આર્થર એશે વિમ્બલ્ડન સિંગલ્સ ટાઈટલ જીતનારો પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યો. ૧૯૭૭ – પાકિસ્તાનમાં લશ્કરે સત્તાપલટો કરાવ્યો, પાકિસ્તાનના પ્રથમ ચુંટાયેલા વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પદભ્રષ્ટ કરાયા. ૧૯૯૬ – “ડોલી” નામની ઘેટી, પુખ્ત પ્રાણીનાં કોષમાંથી ક્લોન કરાયેલું પહેલું સસ્તન પ્રાણી બન્યું.