🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
6 નવેમ્બર
📜6 નવેમ્બર , 1860માં અબ્રાહમ લિંકન અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા .
📜6 નવેમ્બર 1913માં મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નિતીનો વિરોધ કરવા ધ ગ્રેટ માર્ચનું નેતૃત્વ કર્યું હતું.
📜6 નવેમ્બર , 1943માં દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમ્યાન જાપાને અંદમાન અને નિકોબાર સમૂહોને નેતાજી સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા હતા.
📜6 નવેમ્બર 1973માં નાસાના અવકાશયાન પાયોનીય 10એ ગુરૂ ગ્રહની તસવીરો લેવાનું શરૂ કર્યું હતું.
📜6 નવેમ્બર , 2012માં બરાક ઓબામાં બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.
📜6 નવેમ્બર 2013માં ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને વૈજ્ઞાનિક પ્રો .સી.એન.આર રાવને દેશની સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન આપવાની ઘોષણા કરાઇ હતી.
મહત્વની ઘટનાઓ
-
૧૮૬૦ – અબ્રાહમ લિંકન અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
-
૧૯૪૭ – ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા ટેલિવિઝન કાર્યક્રમ ‘મીટ ધ પ્રેસ’ની શરૂઆતનું પ્રસારણ શરૂ થયું.
-
૨૦૧૨ – ટેમી બાલ્ડવિન યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટમાં ચૂંટાયેલા પ્રથમ જાહેર સમલૈંગિક રાજકારણી બન્યા.
આજનો ખાસ દિન વિશેષ ડૉ. જીવરાજ મહેતા
| ૦૬ નવેમ્બર ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૮૮૭ માં રોજ અમરેલીમાં થયો હતો. અમરેલીથી મેટ્રિક પાસ કરી જીવરાજભાઈએ મુંબઈની ગ્રાંટ મેડિકલ કૉલેજમાંથી તબીબી ડિગ્રી મેળવી. પછી તાતાની લોન સ્કોલરશીપ મેળવી ડૉ. જીવરાજ મહેતા ઉચ્ચ તબીબી શિક્ષણ અર્થે ઈ.સ.૧૯૦૯ માં લંડન ગયા. તેમણે લંડનમાં એમડી , અને એમઆરસીપી ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી.