♦️1901 :- ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ થયો.
♦️1930 :- પ્રખ્યાત સિંગર બાલમુરલી ક્રિષ્નાનો જન્મ થયો.
♦️1935 :- તિબેટનાં 14માં ધર્મગુરુ દલાઈ લામાનો જન્મ થયો.
♦️1944 :- સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું.
♦️1959 :- ભારતની પ્રથમ સફળ હાર્ટ સર્જરી તામિલનાડુ ની વેલ્લુર હોસ્પિટલમાં કરાઈ.
♦️1986 :- બાબુ જગજીવન રામનું અવસાન થયુ
મહત્વની ઘટનાઓ
૧૮૯૨ – દાદાભાઈ નવરોજી, બ્રિટનની સંસદમાં ચુંટાયેલા પ્રથમ ભારતીય સભ્ય બન્યા. ૧૯૪૭ – સોવિયેત યુનિયનમાં એ.કે.-૪૭ રાઇફલનું ઉત્પાદન શરૂ કરાયું. ૧૯૬૪ – મલાવીએ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતાની ઘોષણા કરી. ૧૯૭૫ – કોમોરોસે ફ્રાન્સથી સ્વતંત્રતાની ઘોષણા કરી. ૨૦૦૬ – ભારત અને ચીન વચ્ચેનો નાથુલા ઘાટ, જે ભારત-ચીન યુદ્ધ સમયથી બંધ કરાયો હતો તે ૪૪ વર્ષ પછી વ્યાપાર માટે ફરી ખુલ્લો કરાયો.
આજનો દિન વિશેષ દલાઈ લામા
બૌદ્ધ ધર્મ વિશ્વના ધર્મોમાં ચોથા નંબરનો સૌથી મોટો ધર્મ છે જેના ૩૭૫ લાખ અનુયાયી છે.બૌદ્ધ ધર્મના ધર્મગુરુને દલાઈલામા કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મના ૧૪ માં દલાઈલામા તિબ્બતી ધર્મગુરુ તેનઝિંગ ગ્યાત્મો છે. જેમનો જન્મ ૬ જુલાઈ ૧૯૩૫ રોજ તાક્તસેર (તિબેટ) માં એક સાધારણ યેઓમાન ખેડૂત પરિવારમાં થયો હતો. તેનઝિંગ ગ્યાત્મોનું નાનપણનું નામ લ્હામો થોંડુપ હતું જેનો અર્થ મનોકામના પૂર્ણ કરનાર દેવી થાય છે.ત્યારબાદ તેમનું નામ તેંજિન ગ્યાત્મો નામ રાખવામાં આવ્યું. તેઓ બે વર્ષના હતા ત્યારથી જ બૌદ્ધ સાધુઓએ આગામી દલાઈ લામા તરીકે તેમને શોધી એ માટે ટ્રેઈન કરવાનું ચાલુ કરી દીધેલું. ૬ વર્ષ ઉંમરે મઠની અંદર એમને શિક્ષણ આપવામાં આવ્યું.
‘દલાઈ લામા’ એક મંગોલિયની છે, જેનો અર્થ જ્ઞાનનો મહાસાગર અને ના ગુણોના પ્રગટ રૂપ માનવામાં આવે છે. માં દલાઈ લામા તરીકે બિરાજે છે. દલાઈ લામા 90 ટાયરદલાઈ લામાના વંશજ કરુણા, અવલોકીતેશ્વરન ૧૯૫૦ માં તેઓ ૧૫ વર્ષના હતા ત્યારથી એટલે બધા બૌદ્ધ સાધુઓમાં સૌથી ટોચ સાધુ તરીકેનો હોદ્દો. તિબેટના લ્હાસામાં આવેલો ભવ્ય પોટાલા પેલેસ આમ તો સત્તાવાર રીતે દલાઈ લામાનું નિવાસસ્થાન છે. પણ ચીનની કનડગતને કારણે લામા તેના અનુયાયીઓ સાથે હિમાચલ પ્રદેશના ધર્મશાળા શહેરમાં રહે છે. અલબત, લામાનો ઉછેર તો પોટાલા પેલેસમાં જ થયો છે. પણ ૧૯૫૯ માં તેમને ચીને હાંકી કાઢ્યા ત્યારથી ભારતમાં રહીને લ લાવે છે. તિબેટીયનોના અધિકાર માટે ૭૭ વર્ષની વયે પણ તેઓ આખા જગતમાં પ્રવાસ કરતાં રહે છે.
ચીન અને તિબેટ વચ્ચે એક શાંતિદૂત તરીકેની ભૂમિકા નિભાવવાના કારણે તેમને ૧૦ ડિસેમ્બર ૧૯૮૯ માં શાંતિ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું.તેમણે સતત અહિંસાની નીતિનું સમર્થન આપવાનું ચાલુ રાખ્યું. તેઓ વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ પર ચિંતા પ્રગટ કરતાં રહ્યા હતા. દલાઈ લામા પર થી પણ વધુ દેશોની યાત્રા કરી છે અને કેટલાંય પ્રમુખ દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનની મળ્યાં છે. દલાઈ લામાએ ૫૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમના જીવન પર દલાઈ લામા તેંજિન ગ્યાત્મો દ્વારા લખવામાં આવેલ Freedom in Exile : The Autobiography of the Dalai Lama છે.