🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 06 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
🔳૧૮૯૦ – ન્યુયોર્કની ‘ઔબર્ન જેલ’માં, હત્યાનો ગુનેગાર, ‘વિલિયમ કેમ્મ્લર’, વિદ્યુત ખુરશી દ્વારા મૃત્યુદંડ પામનાર પ્રથમ માનવી બન્યો.
🔳૧૯૨૬ – હેરી હુડિની (જાદુગર)એ તેમનાં મહાન કૌશલ્યનું પ્રદર્શન કર્યું, તેમણે ચુસ્ત રીતે બંધ, પાણીથી ભરેલ ટાંકીમાં ૯૧ મિનિટ વિતાવ્યા બાદ તેમાંથી છુટવામાં સફળ થયો.
🔳૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: અમેરિકન બી-૨૯ બોમ્બર વિમાન “એનોલા ગે” એ “લિટલ બોય” નામનો અણુબોંબ ફેંકતા, જાપાનનું હિરોશિમા શહેર છિન્નભિન્ન થઇ ગયું. આશરે ૭૦,૦૦૦ લોકોતો તુરંતજ મોત પામ્યા, અને લાખો લોકો ત્યાર પછી વર્ષો સુધી અણુબોંબને કારણે ઉદભવેલ તાપ અને વિકિરણોની ઝેરી અસરને કારણે રિબાઇ રિબાઇને મર્યા.
🔳૧૯૯૧ – ‘ટિમ બર્નર્સ-લી’એ “વર્લ્ડ વાઇડ વેબનો વિચાર વર્ણવતી ફાઇલ જાહેર કરી. ‘WWW’એ ઇન્ટરનેટ સેવાઓમાં, જાહેર જનતાનાં લાભાર્થે, પ્રવેશ કર્યો.
🔳૧૯૯૬ – નાસાએ જાહેર કર્યું કે “ALH 84001” નામની ઉલ્કા, જે મંગળમાંથી છુટી પડી હોવાનું મનાતું, પ્રાથમિક જીવનનાં પુરાવાઓ ધરાવે છે.
🌷આજના દિવસના જન્મ🌷
🍫૧૯૩૩ – એ.જી.ક્રિપાલસિંઘ
➖ભારતીય ક્રિકેટર
🍫૧૯૭૦ – મનોજ નાઇટ શ્યામલન
➖ભારતીય/અમેરિકન ચલચિત્ર દિગ્દર્શક.
🍫૧૮૮૧ – સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જીવવિજ્ઞાની, એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને પેનિસિલિનની શોધ માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર વિજેતા.
💐આજના દિવસે થયેલા અવસાન💐
🌹૧૯૨૫ – સુરેન્દ્રનાથ બેનરજી
➖ભા.રા.કોંગ્રેસનાં નેતા
આજનો ખાસ દિવસ : હિરોશિમા દિવસ
૬ ઓગસ્ટ ૧૯૪૫ ના રોજ અમેરિકાએ હિરોશિમા ” પર ‘લીટલ બોય” નામનો અણુબોમ્બનો હુમલો કર્યો હતો. અણુબોમ્બના હુમલામાં સંપૂર્ણ શહેરનો નાશ થયો હતો અને તે અંદાજે ૩.૫૦,000 ની વસ્તીમાંથી ૧,૪૦,000 લોકોનાં મોત નીપજ્યાં હતાં.અમેરિકાએ ત્રણ દિવસ બાદ ૯ ઓગસ્ટના રોજ ફેટમેન નામનો અણુબોમ્બથી નાગાસાકી પર હુમલો કર્યો. આ હુમલામાં અંદાજે ૭૪,000 લોકોનાં મોત નીપજ્યા. અણુ હુમલો શા માટે ?
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં જર્મનીના પરાજય અને તેના વિજયની કોઈ સંભાવના નહીં હોવા છતાં જાપાને શરણાગતિ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેણે સાથી રાષ્ટ્રો સમક્ષ તેનું યુદ્ધ વધુ જલદ બનાવ્યું હતું. ઐપ્રિલ – ૧૯૪પ થી જુલાઈ – ૧૯ ૪પ દરમિયાન જાપાનના હુમલામાં સૌથી દળી જેટલા સૈનિકો ગુમાવ્યાં હતાં તેટલાં તો તેણે પેસિફિક સમુદ્રમાં ત્રણ વર્ષના યુદ્ધમાં પણ નહોતાં ગુમાવ્યાં, પરિણામે સાથી દળો માટે જાપાન વધુ ઘાતક સાબિત થઈ રહ્યું હતું.
અમેરિકન દળોના એક અહેવાલ અનુસાર અમેરિકા જાપાન સાથે પરંપરાગત શસ્ત્રોથી યુદ્ધ કરે તો તેણે ૧૦ લાખ સૈનિકો ગુમાવવા પડી શકે છે. લશ્કરના મોટાપાયે વિનાશને અટકાવવા અને યુદ્ધનો વહેલી તકે અંત લાવવા માટે આખરે અમેરિકન પ્રમુખ ટ્રમેને અણુહુમલાનો આદેશ આપ્યો હતો.
– વિજ્ઞાને વર્ષો વર્ષ અપ્રિતમ પ્રગતિ સાધી છે ત્યારે માનવજાતને તેના વિનાશકારી સ્વરૂપનો પરચો પણ મળ્યો છે. આજથી ૬૭ વર્ષ પહેલાં અમેરિકાએ જાપાનનાં બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર બે અણુબોમ્બ ઝીંકીને તેને નકશો બદલી નાખ્યો હતો. જાપાન હજુ પણ એ વિનાશામાં થી બહાર આવી શક્યું નથી અને તેની અસર હજુ પણ આ શહેરોનાં જીવન પર દેખાય છે.