🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
7 ડીસેમ્બર
📜7 ડિસેમ્બર , 1856માં દેશમાં પહેલી વાર અધિકારિક રૂપે હિંદ વિધવાના વિવાહ કરાયા હતા.
📜7 ડિસેમ્બર , 1941માં બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હવાઇ હૂમલો કર્યો હતો.
📜7 ડિસેમ્બર , 1992માં દક્ષિણ આફ્રિકાની જમીન પર પહેલી વાર કોઈ વન ડે મેચ રમાઇ હતી.
📜7 ડિસેમ્બર , 1988માં અર્મેનિયા આવેલ 6.9 તીવ્રતાની ભૂકંપના કારણે 25 હજાર લોકોના મોત થયા હતા.
📜7 ડિસેમ્બર , 2008માં ભારતીય ગોલ્ફર ‘ જીવ મીખા સિંહે જાપાન ટૂરનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
📜7 ડિસેમ્બર , 1662માં ફ્રાંસના ગણિતજ્ઞ લેખક અને કેક્યુલેટરના શોધક બ્લેઝ પાસ્કલનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૮૭ – ડેલાવેર યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનાર પ્રથમ રાજ્ય બન્યું.
-
૧૯૨૨ – ઉત્તર આયર્લેન્ડની સંસદે યુનાઇટેડ કિંગડમનો હિસ્સો બની રહેવા તથા દક્ષિણ આયર્લેન્ડ સાથે એકીકૃત ન થવાની તરફેણમાં મત આપ્યો.
-
૧૯૩૬ – ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જેક ફિંગલેટન સતત ચાર ટેસ્ટ ઈનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા.
-
૧૯૪૧ – દ્વિતીય વિશ્વયુદ્ધ : હવાઈ ટાપૂ સમુહના અમેરિકન થાણા પર્લહાર્બર પર જાપાનીઝ સૈન્યનો હુમલો.
-
૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્ય અને બાંગ્લાદેશની મુક્તિ વાહિની સેના વચ્ચે સિલહટનું યુદ્ધ લડાયું.
-
૧૯૭૧ – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાને નુરુલ અમીન સાથે વડા પ્રધાન તરીકે અને ઝુલ્ફિકર અલી ભુટ્ટોને નાયબ વડા પ્રધાન તરીકે ગઠબંધન સરકાર બનાવવાની જાહેરાત કરી.
-
૧૯૭૨ – એપોલો ૧૭, છેલ્લા એપોલો ચંદ્ર અભિયાનનું પ્રક્ષેપણ થયું.
-
૧૯૮૨ – ટેક્સાસમાં ચાર્લ્સ બ્રુક્સ જુનિયર, યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘાતક ઇન્જેક્શન દ્વારા મોતને ઘાટ ઉતારનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
-
૧૯૯૫ – અવકાશયાન ગૅલિલિયો ગુરુ ગ્રહ પર પહોંચ્યું. પ્રક્ષેપણનાં લગભગ છ વર્ષ પછી આ યાન તેના પડાવ નજીક પહોંચ્યું.