🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
8 જાન્યુઆરી
📜8 જાન્યુઆરી : 1697માં બ્રિટનમાં નિંદાના આરોપસર છેલ્લે મૃત્યુદંડની સજા હતી.
📜8 જાન્યુઆરી : અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ , જ્યોર્જ વોશિગ્ટને 1790માં પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું.
📜8 જાન્યુઆરી : ડો .જહોન વીચ દ્વારા 1856 માં હાઈડ્રેટેડ સોડિયમ બોરેટની શોધા થઈ.
📜8 જાન્યુઆરી : 1889માં હર્મન હોલેરીથને પંચ કાર્ડ ટેબ્યુલેટિંગ મશીનની શોધ માટેનું પેટન્ટ મળ્યું.
📜8 જાન્યુઆરી : પ્રથમ ટેલિફોન સંપર્કની સ્થાપના 1929 માં નેધરલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે થઈ હતી.
📜8 જાન્યુઆરી : જોર્ડને 1952માં બંધારણ અપનાવ્યું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૬૭ – યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસે આફ્રિકન–અમેરિકન પુરુષોને વોશિંગ્ટન ડી.સી.માં મત આપવાનો અધિકાર આપવા માટે બિલ પસાર કર્યું.
-
૧૯૧૮ – યુ.એસ. પ્રમુખ વુડ્રો વિલ્સને પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમય માટે તેમના “ચૌદ મુદ્દાઓ” જાહેર કર્યા.
-
૧૯૭૩ – સોવિયેત અવકાશ મિશન લુના–૨૧ શરૂ કરવામાં આવ્યું.
આજનો ખાસ દિન વિશેષ કેશવચંદ્ર સેન
કેશવચંદ્ર સેન થોડીક ઉંમરમાં જ ઘણું બધું કરનાર કેશવચંદ્ર સેનનો જન્મ ” ૧૯ નવેમ્બર, ૧૮૩૮ ના રોજ કલકત્તામાં થયો હતો. તેઓ પ્રસિદ્ધ છે. -). વૈષ્ણવ તેમજ વિદ્વાન દીવાન રાયકમલ સેનના પુત્ર હતા જે બંગાળની જે એશિયાટિક સોસાયટીના મંત્રી તરીકે નિમણુંક પામેલ પ્રથમ ભારતીય હતા. દીવાન રાયકમલ સેન પોતાના પૌત્રને મોટેભાગે દેખરેખમાં જ જો રાખતા હતા અને સામાજિક કાર્યક્રમો તથા સભા-સોસાયટીઓમાં પોતાની સાથે જ લઈ જતા હતા. એને લીધે કેશવચંદ્ર સેનમાં જલ્દીથી સામાજિક ચેતના જાગી ઉઠી અને ઉમર સાથે વિચારશક્તિ પણ આત્મનિર્ભર થવા લાગી.
આગળ જતા તેમણે સામાજિક કુરિવાજો, ધાર્મિક ભ્રાંતિઓ, અંધશ્રદ્ધા અને ઊંચનીચના ભેદ દૂર કરવા માટે ઘણું જ પ્રશંશનીય કાર્ય કર્યું. કેશવચંદ્ર સેન એક ધાર્મિક વૃત્તિવાળા અને આધ્યાત્મિક વિચારધારા ધરાવનાર સામાજિક કાર્યકર્તા હતા. પરંતુ ધર્મ પર વાદ-વિવાદ કરનારા સંકુચિત સીમામાં બાંધનારા પ્રત્યે તેમણે ઘણી ના પસંદગી હતી. ઓગણીસ વર્ષની ઉંમરે પહોંચતા પોંચતા કેશવચંદ્ર સેન સમાજ-સેવાનાં કેન્દ્રમાં ઉતરી પડ્યા. રાજનારાયણ બસુએ લખેલાં “બ્રાહૃાવાદ શું છે એ પુસ્તકે તેમના પર પ્રભાવ પાડ્યો. સમાજસેવા કરવાની ઈચ્છાવાળા કેશવચંદ્ર સૈનને એક નવી દિશા મળી અને તરત જ બ્રહ્મસમાજના સભ્ય બની ગયા.
નવું લોહી, નવો ઉત્સાહ અને નવીન કાર્યક્ષમતા લઈને આવેલા કેશવચંદ્ર સેને સંસ્થામાં એક નવીન પ્રાણ ફૂંકી દીધો. કેશવચંદ્ર સેન “બ્રહ્મસમાજ ના મુખ્ય કાર્યકર્તા બની ગયા. આર્યસમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીને કેશવચંદ્રએ ‘સત્યાર્થ પ્રકાશ’ ની રચના હિન્દીમાં કરવા કહ્યું હતું. ઈ.સ. ૧૮૭૦ માં તેઓ ઇંગ્લેન્ડથી ભારત પરત આવ્યા ત્યારે તેમણે ‘ઇન્ડિયન રિફોર્મ એસોસિએશન’ નામની સમાજ સુધારક સંસ્થાની સ્થાપના કરી. ભારત આશ્રમ’ અને ‘બ્રાહ્મ નિકેતન’ નામની સંસ્થાની સ્થાપના કરી. સ્ત્રીઓનાં હિત માટે તેમણે અનેક શાળા અને વિક્ટોરિયા કૉલેજ જેવી શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી.